Home »Saurashtra »Latest News »Bhavnagar City» Hanuman Jayanti Celebrate In Salangpur

સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં ઉજવાયો હનુમાન જયંતી મહોત્સવ

Bhaskar News, Bhavnagar | Apr 12, 2017, 04:01 AM IST

સાળંગપુર:  સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં હનુમાન જયંતી મહોત્સવ ખુબ જ ભવ્ય રીતે ઉજવાયો જેમાં શ્રીકષ્ટભંજન દેવના સાનિધ્યમાં યજ્ઞશાળાની અંદર લગભગ 600થી વધુ પૂ.દાદાના ભકતોએ હનુમાનજી મહારાજના પૂજન ષોડશોપચાર વિધિ પૂર્વક હોમાત્મક યજ્ઞ, અભિષેક, પૂજાનો લ્હાવો લીધેલ અને ધામધૂમ પૂર્વક દાદાની જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. 

હનુમાન જયંતીની પૂર્વ સંધ્યાએ તા.10ની રાત્રે ભજન સંધ્યા એવમ લોકડાયરાનુ આયોજન કરવામાં આવેલ જેમાં લોકસાહિત્યકાર મેરાણભાઇ ગઢવી, બીપીનભાઇ સઠીયા એવમ સાથી કલાકારોએ હજારો ભકતોને હનુમાન ચાલીસા સહિતના અનેક ભક્તિરસથી ભરપુર પ્રસંગોનુ રસપાન કરાવેલ અને આ પ્રસંગે દેશ વિદેશના હરિભકતોને મોબાઇલના માધ્યમથી દાદાના રોજના દર્શન તથા મંદિર વિશેની સંપૂર્ણ માહિતી આપતી મોબાઇલ અેપ પણ હરિભકતો માટે ખુલ્લી મુકવામાં આવેલ. 

મંદિરના આગામી કાર્યક્રમમાં તા.10-10-17ના 168 બટુકોને સમૂહ યજ્ઞોપવિતના ઉત્સવની પણ જાહેરાત કરવામાં આવેલ. મંદિરના કોઠારી સ્વામી વિષ્ણુપ્રકાશદાસજી આસી. કોઠારી વિવેકસાગરદાસજી, પૂજારી સ્વામી ધર્મકિશોરદાસજી તથા પાર્ષદ સુનિલભગત, પાર્ષદ નિલકંઠ ભગત વિગેરે સંત મંડળ દ્વારા પૂ.દાદાના દર્શનાર્થે આવેલ પાંચ લાખથી વધુ ભકતો માટે રહેવા જમવાની તથા યજ્ઞ મંડપની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. 
 
વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઇડ પર ક્લિક કરો
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Hanuman Jayanti celebrate in Salangpur
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended