Home »Saurashtra »Latest News »Bhavnagar City» Half Marathon In Bhavnagar

ભાવનગરમાં હાફ મેરેથોન: 75 વર્ષનાં દાદાએ ધોતીયુ પહેરી પુરા કર્યા 21 KM

Bhaskar News, Bhavnagar | Feb 27, 2017, 04:28 AM IST

ભાવનગર: ભાવનગર પોલીસ સુરક્ષા સેતુ અને ભાવનગર મહાનગર પાલીકાના સંયુકત ઉપક્રમે શહેરમાં આજે હાફ મેરેથોન દોડનું આયોજન કરવામા આવ્યુ઼ હતુ.આ મેરેથોન દોડમાં 9150 લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યુ઼ હતુ.અને ચાર જુદી જુદી કેટેગરીમાં યોજાયેલ આ મેરેથોનમાં ભાવેણા વાસીઓ મન મુકીને દોડયા હતા. ભાવનગર ઉપરાંત સુરત, દિલ્હી, મહારાષ્ટ્ર, પંજાબ, યુ.પી., કેન્યા, ઇથોપીયા સહિતના રાજ્ય જિલ્લા અને દેશ-દેશાવરમાંથી દોડવીરોએ ભાગ લીધો હતો.કેટલાક દોડવીરોએ સમય કરતા ઘણી વહેલી મેરેથોન પુર્ણ કરી લીધી હતી.આ મેરેથોનમાં વૃધ્ધો,આધેડ મહિલાઓ અને પુરૂષો, બાળકોએ ઉત્સાહપુર્વક ભાગ લીધો હતો અને વિજેતા ન બનવા છતાં પોતે આ મેરેથોનમાં ભાગ લીધાનો આનંદ વ્યકત કર્યો હતો. હાફ મેરેથોનમાં કેન્યાના દોડવીરોએ વિજેતા થઇ રંગ રાખ્યો હતો.

વિશ્વભરમાં મેરેથોન સ્પર્ધાનું આયોજન વિશ્વને શહેરની ઝાંખી કરાવવા માટે તથા ફીટનેસ માટે ઉત્સાહીત લોક સમુદાયને એકત્રીત કરવાના હેતુથી કરવામાં આવે છે.આ હાફ મેરેથોન સ્પર્ધાથી શહેરીજનોમાં રનીંગને તેમની શારીરીક ફીટનેસ માટે ડેઇલી રૂટીન તરીકે અપનાવવા બાબતે જાગૃતિ કુળવવામાં મદદરૂપ બનશે.

ભાવનગર ખાતે આ પ્રથમ હાફ મેરેથોન યોજાયેલ જેમા 21,097 કિ.મી.(ટાઇમ ઇવેન્ટ),10 કિ.મી.,5 કિ.મી.અને 3 કિ.મી.એમ ચાર કેટેગરીમાં 18થી 45 વર્ષ,અને 45 વર્ષથી વધુ વયના લોકોએ ભાગ લીધો હતો.અને 21 તથા 10 કિ.મી.ની મેરેથોન કેટેગરીમાં 1થી5 નંબરના મહિલા અને પુરૂષોને ઇનામોના ચેક મહાનુભાવો અને અધિકારીઓના હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા.

આ મેરેથોનને સફળ બનાવવા માટે ભાવનગર રેન્જ આઇજીપી અમીત કેમાર વિશ્વકર્માના સીધા માર્ગદર્શન હેઠળ એસ.પી.દિપાંકર ત્રિવેદી અને તેમની ટીમે ભારે જહેમત ઉઠાવી આ મેરેથોનને સફળ બનાવી હતી.વિજેતાઓને સ્થળ પર જ ઇનામો આપવામાં આવ્યા હતા. મેરેથોન દરમ્યાન દોડવીરોનો ઉત્સાહ વધારવા મેરેથોન રૂટ પર ઠેક ઠેકાણે બાઇકો દ્વારા ચીયરઅપ કરવામા આવેલ.દોડવીરોને કોઇ તકલીફ ન પડે તે માટે 700 પોલીસ જવાનો અને 500 થી વધુ સ્વયંસેવકો તૈનાત કરવામા આવ્યા હતા.તદ ઉપરાંત મેડીકલ,એનર્જી,પાણી સહિતના પણ અનેક સ્ટોલો ઉભા કરવામા આવ્યા હતા.

મેરેથોનની સાથે... સાથે...

- શહેરમાં આયોજીત મેરેથોન નિમીત્તે આતાભાઇ રોડ, જોગર્સ પાર્ક,વાઘાવાડી રોડ સહિતના વિસ્તારો પરના વિવિધ રસના ઉકાળાકેન્દ્રો, ફાસ્ટફૂડ પાર્લરો બંધ રખાતા નિયમીત લાભાર્થીઓમાં કચવાટ વ્યાપેલ.જોગર્સપાર્કના અનેક વોકર્સ પણ મેરેથોનમાં ભાગ લેવા ગયા હોય  જોગર્સપાર્કમાં વોકર્સની પાંખી હાજરી જોવા મળી હતી.

- રવિવારે મેરેથોનના રૂટ પર સવારે 4.30 કલાકે અને સમાપન થયા બાદ 21 િક.મી.ના રોડની સફાઇ સોલીડ વેસ્ટના કર્મચારીઓએ કરી હતી.
- મેરેથોનના દોડવીરોને પ્રોત્સાહન પુરૂ પાડવા આવેલા વાલીઓ અને શ્રોતાજનો માટે તંત્ર દ્વારા પીવાના પાણીની પૂરતી વ્યવસ્થા કરાવામાં ન આવતા રોષ વ્યાપ્યો હતો.

- શહેરની સર ટી. હોસ્પિટલના વિવિધ વિભાગોના તેમજ સ્થાનિક ખાનગી તબીબો તેમજ તમામ શૈક્ષણિક સંસ્થાઓના શિક્ષકો અને અધ્યાપકોએ પણ  પરિવારના સભ્યોની સાથે મેરેથોનમાં ઉત્સાહભેર ભાગ લઇ સૌને પ્રોત્સાહિત કર્યા હતા.

- મેરેથોનનું પરિણામ જાહેર થતુ હતુ તે દરમિયાન મુખ્ય સ્ટેજની સામે શ્રોતાજનોની ભીડમાં ઉભા રહેલા ખેડૂતવાસના તરૂણ અેકાએક બેભાન થઇ જતા દોડધામ મચી જવા પામેલ તે વેળા તેની  સાથેના લોકો અને આરોગ્ય સ્ટાફએ પાણીનો છંટકાવ કરતા તેને કળ વળી ગઇ હતી.

- મેરેથોનને અનુલક્ષીને જવાહર મેદાન પર 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સની વાન, ફાયરબ્રિગેડનો સ્ટાફ લાયબંબા સાથે સતત એલર્ટ રહ્યો હતો.

- શહેરની ઓટોમોબાઇલ એન્જીનીયરીંગ ફેકલ્ટીના વર્લ્ડ રેકોર્ડ વિનર મીત ત્રિવેદીએ આંખે પાટી બાંધી મેરેથોન રૂટ પર દોડતા  તેઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. જે બદલ તેઓનું પણ ખાસ અભિવાદન કરવામાં આવ્યુ હતુ.

- મેરેથોનમાં ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહજી, પ્રદેશ ભાજપ પ્રમુખ અને ભાવનગરના ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી, સંસદીય સચીવ અને ધારાસભ્ય વિભાવરીબહેન દવે, સ્થાનિક કોર્પોરેટર, ભાજપ અને કોંગ્રેસના આગેવાનો જોડાયા હતા.
 
વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઇડ પર ક્લિક કરો
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: half marathon in Bhavnagar
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended