Home »Saurashtra »Latest News »Bhavnagar City» Gujarat Polo Cup: Saif Ali Khan And Kriti Sanon At Bhavanagar

ભાવનગરમાં સૈફ અલીની ખુલ્લી જીપમાં નવાબી એન્ટ્રી, ક્રિતી સેનન ઘોડીએ ચડી

Bhaskar News, Bhavnagar | Apr 10, 2017, 03:00 AM IST

  • ત્રણેય દિવસ બોલીવૂડના કલાકારો ઉપસ્થિત રહ્યા હતા.
ભાવનગર:  ભાવનગરના જવાહર મેદાન ખાતે ગુજરાત પોલો કપમાં દર્શકોનું મનોરંજન કરવા આવી પહોંચેલા બોલીવૂડના કલાકાર અને ગાયિકાએ ભરપૂર મનોરંજન કર્યુ હતુ. જવાહર મેદાન ખાતે આજે રવિવાર અને ટૂર્નામેન્ટનો અંતિમ દિવસ હોય બહોળી સંખ્યામાં ભાવેણાવાસીઓ ઉમટી પડ્યા હતા અને મેચ શરૂ થાય તે પૂર્વે ખ્યાતનામ ગાયિકા શેફાલી અલ્વારીસ અને એક્ટ્રેસ ક્રિતી સેનને ગીતોના ગાન અને નૃત્યોથી પ્રેક્ષકોને ડોલાવ્યા હતા. ખાસ કરીને બોલીવૂડ સ્ટાર સૈફ અલી ખાને ખુલ્લી જીપમાં અને સાથે સુપર બાઇક સવારોને સાથે રાખી 10 હજાર જેટલા પ્રેક્ષકોનું મનોરંજન કર્યુ હતુ. જે પોલોની મેચ માટે એક વિક્રમ છે.

ચેમ્પિયન પોલો લીગના સ્થાપક ચિરાગ પારેખ દ્વારા આ આયોજન કરાયું હતુ અને ત્રણેય દિવસ બોલીવૂડના કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. પોલોની ફાઇનલ મેચની સાથે એક્ઝિબિશન મેચ ખેલાઇ હતી જેમાં ચિરાગ પારેખ, પોલોની પારેખ ઉપરાંત બશીર અલી, જયવિરરાજસિંહજી, રોહન સંદેશા, સાનિયા સુહાગ, એશ્લી પારેખ, શ્યામ મહેતા, સિમરનસિંઘ શેરગીલ વિ. જોડાયા હતા. 
 
વધુ  તસવીરો જોવા માટે આગળની સ્લાઇડ પર ક્લિક કરો
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Gujarat polo cup: Saif ali khan and kriti sanon at Bhavanagar
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended