Home »Saurashtra »Latest News »Bhavnagar City» Electricity Generate By Windmill In Sihor

સિહોરની યશકલગીમાં વધુ એક પીછું ઉમેરાશે, પવનચક્કીથી ઉત્પન્ન કરાશે વિદ્યુત ઉર્જા

Bhaskar News, Bhavnagar | Feb 26, 2017, 01:41 AM IST

સિહોર:21મી સદીના બીજા દાયકાનો ઉત્તરાર્ધ ચાલી રહ્યો છે. દિવસે -દિવસે વસતી વધી રહી છે. અને જેમ-જેમ વસતી વધી રહી છે તેમ-તેમ નવા આવાસો વધી રહ્યા છે. અને જેમ -જેમ વસતી વધશે તેમ -તેમ ઊર્જાની જરૂરિયાત પણ વધશે. આજે સમગ્ર વિશ્વમાં ઊર્જાની માંગ વધી રહી છે ત્યારે સિહોરમાં આવેલ જંગલ વિસ્તારમાં આવેલ ગિરિમાળામાં પવનચકકી દ્વારા વિધુત ઊર્જા મેળવવાની વિપુલ તક છે.

આજે દિવસે - દિવસે વીજળી મોંઘી થઇ રહી છે. અને વીજળી પેદા કરવા માટે વીજ કંપનીને ખાસ્સો ખર્ચ પણ કરવો પડી રહ્યો છે. જેને કારણે આખરે પાઘડીનો વળ છેડે આવે તેમ ગ્રાહકને પણ યુનિટ દીઠ ભાવ વધારો સહન કરવો પડી રહ્યો છે. સિહોર એક ઔધોગિક નગર છે. જિલ્લાની સૌથી મોટી સર્વોતમ ડેરી પણ સિહોરમાં આવેલી છે. ચાર-ચાર જી.આઇ.ડી.સી.ઓ આવેલી છે. ઉપરાંત સિહોરની વસતી પણ60 હજાર જેટલી છે.

આટલા મોટા નગરને વિપુલ માત્રામાં વિઘુત ઊર્જાની જરૂર પડે છે. સિહોર શહેરથી પૂર્વ દિશામાં મોટું જંગલ આવેલું છે. માળનાથના જંગલમાં જેમ પવનચકકીઓ ઊભી કરી વિપુલ માત્રામાં વિધુત ઊર્જા પૈદા કરવામાં આવી રહી છે તેમ સિહોરના જંગલમાં આવેલ ગિરિમાળાઓમાં પણ પવનચકકી ઊભી કરી વિધુત ઊર્જા પૈદા કરી શકાય તેમ છે. સિહોર આમેય તેના ઐતિહાસિક,ધાર્મિક અને સાંસ્કૃતિક વારસા માટે જાણીતું છે. અને સિહોરની ગિરિમાળાઓમાં જો પવનચકકી ઊભી કરવામાં આવે તો સિહોરની યશકલગીમાં એક ઓર પીછું ઉમેરાશે. અને સિહોરવાસીઓને ઓછા ખર્ચે વીજળી મળી શકે તેવી અપાર શકયતા છે. આ માટે જરૂર છે આ દિશામાં કોઇ ચોકકસ અને મકકમ પગલાં લેવાની. 
 
વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઇડ પર ક્લિક કરો
 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Electricity generate by Windmill in Sihor
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended