Home »Saurashtra »Latest News »Bhavnagar City» Dragon Fruit Farming In Gujarat, Usefully For Many Diseases

આ ફ્રૂટ અનેકરોગો માટે છે ઉપયોગી, ગુજરાતમાં મોટાપાયે થઇ રહી છે ખેતી

Bhaskar News, Bhavnagar | Mar 03, 2017, 04:16 AM IST

ભાવનગર: ફળ એ સર્વપ્રિય છે. ભારતમાં વિવિધ પ્રકારનાં ફળો બજારમાં જોવા મળે છે. છેલ્લાં કેટલાક વર્ષોથી ભારતમાં પરદેશનાં ફળો જેવા કે એવાકાડો, કિવિ, થાઈલેન્ડના પપૈયા, એપલ, તડબૂચ વગેરે સહેલાઈથી પ્રાપ્ય છે. આ વર્ષે તેમાં ડેગ્રોન ફ્રુટનો ઉમેરો થયો છે. આ ફળ કાંટાવાળા થોર પર ઉગે છે પરંતુ ફળ પર કાંટા હોતા નથી. થોર વર્ગની વનસ્પતિમાંથી ખોરાકમાં ઉપયોગમાં લેવાતું હોય તેવું આ એકમાત્ર ફળ છે. આ ફળ મલેશિયા અને થાઈલેન્ડમાં વિશેષ જોવા મળે છે પરંતુ હવે ગુજરાત સહિત ભારતમાં પણ ઉગાડવામાં આવે છે. ગુજરાતનાં કચ્છમાં મોટાપાયે વાવેતર કરાયેલ છે અને હાલમાં આ ફળ બજારમાં રૂા.40થી 70ના ભાવે મળે પણ છે.

કેકેટસી કુળનાં આ ડ્રેગોન ફળનું બોટનિકલ નામ હાયલોસિરસ (સ્વાદે ગળ્યા) અને સ્ટેનોસરીસ (સ્વાદે ખાટાં) છે. આશરે 150-300 ગ્રામ વજન ધરાવતું ડ્રેગોન ફળ ત્રણ પ્રકારનાં હોય છે. એક લાલ વચ્ચે સફેદ ગર. બીજુ લાલ છાલ-લાલ ગર. ત્રીજુ પીળી છાલ-સફેદ ગર ધરાવે છે જેમાં તકમરિયાં જેવા અસંખ્ય ઝીણા-ઝીણા કાળા રંગનાં બીજ હોય છે. આ વનસ્પતિનાં પુષ્પો અન્ય થોરની જેમ રાત્રે ખીલી સવારે કરમાઈ જાય છે. 

ડો.ભરત પંડિતનાં જણાવ્યા મુજબ આ ફળ અનેક પોષકતત્વો, ભરપુર વિટામીન્સ ધરાવે છે જેમાં વિટામીન સી તથા લાયકોપિન નામનું રંજકદ્રવ્ય વિશેષ પ્રમાણમાં હોય છે જે પ્રોસ્ટેટ કેન્સરને અટકાવે છે. આ ફળમાં રહેલાં તત્વો વા, હૃદય રોગ, ડાયાબિટીસ અને અસ્થમામાં ફાયદાકારક છે. ફળમાં રહેલાં રેસાઓ અને એન્ટિ્ઓસિડન્ટ ગુણ પણ ફાયદાકારક છે.
 
વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઇડ પર ક્લિક કરો
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: dragon fruit farming in Gujarat, Usefully for many diseases
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended