Home »Saurashtra »Latest News »Bhavnagar City» Dr Mansukh Mandaviya Visit Gir Cow Farm In Brazil

ડો. માંડવીયાએ બ્રાઝિલમાં ગીરગાયના ફાર્મની લીધી મુલાકાત

Bhaskar News, Bhavnagar | Apr 21, 2017, 00:04 AM IST

  • ડો. માંડવીયાએ બ્રાઝિલમાં ગીરગાયના ફાર્મની લીધી મુલાકાત,  bhavnagar city news in gujarati
ભાવનગર:બ્રાઝિલ ખાતે આવેલા ગીર ગાયના ફાર્મની તાજેતરમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયાએ મુલાકાત લીધી હતી. આ વેળા તેઓએ આ ગીરગાય અંગે વિસ્તૃત જાણકારી મેળવી હતી.હાલ બ્રાઝિલમાં લાખોની સંખ્યામાં ગીરગાય પાળવામાં આવે છે. 

કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા હાલ આર્જેન્ટિના અને બ્રાઝિલના પ્રવાસે છે. આ દરમિયાન તેઓએ બ્રાઝિલના સાઓ પાઓલો નજીકના ગ્રામ્ય વિસ્તારમાં આવેલા એક ગીર ગાયના બ્રિડીંગ ફાર્મની મુલાકાત લીધી હતી. આ ફાર્મ પર ગીરગાયની હાઇ જીનેટીકલ ગુણવત્તાને ધ્યાને લઇ ક્રોસ બિડીંગ કરીને ગીર ઓલેન્ડો જાતિની ગાય વિકસાવવામાં આવી છે. આ ગીર ઓલેન્ડો ગાય દૈનિક 40 થી 50 લીટર જેટલુ દૂધ આપે છે. 

અત્રે એ ઉલ્લેખનીય છે કે, પ્રથમ ગીર ગાય ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ વર્ષ 1940 આસપાસ ભાવનગર શહેરના નગર નિર્માણ માટે ભાવનગર આવેલા બ્રાઝિલના એક એન્જીનીયરને ભેટ આપી હતી. તેઓની યાદમાં ઉપરોકત ફાર્મની સૌથી સારી ગાયનું નામ ક્રિષ્ના રાખવામાં આવ્યુ હોવાનું ફાર્મના માલીકએ જણાવ્યુ હતુ. હાલ બ્રાઝિલમાં લાખોની સંખ્યામાં ગીરગાય પાળવામાં આવે છે. 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Dr mansukh mandaviya visit gir cow farm in Brazil
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended