Home »Saurashtra »Latest News »Bhavnagar City» Bhavnagar: ISI Agent Arrested In 2002

2002માં ભાવનગરમાંથી ISIનો એજન્ટ ઝડપાયો હતો, જાણો કોણ છે

Dharmendra Pathak , Bhavnagar | Feb 27, 2017, 10:04 AM IST

  • 2002માં ભાવનગરમાંથી ISIનો એજન્ટ ઝડપાયો હતો, જાણો કોણ છે,  bhavnagar city news in gujarati
ભાવનગર:આજે જ્યારે ભાવનગરમાંથી આઇએસઆઇએસનો જાસૂસ મળી આવ્યો છે ત્યારે  ઇ.સ.2002ના વર્ષમાં ભાવનગર શહેરમાં એસટીડી બૂથ ખાતેથી એક આઇએસઆઇ એજન્ટ વાતચીત કરતો રંગે હાથ ઝડપાઇ ગયેલો અને તે સમયે દેશના પશ્ચિમ વિભાગમાં સૌ પ્રથમ આ ઘટના હતી જ્યારે પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઇએસઆઇનો એજન્ટ રંગે હાથ ઝડપાઇ ગયો હતો. તેનું નામ હતું ઇન્દ્રવદન ભટ્ટ અને તે ભારતીય સેનાનો પૂર્વ સૈનિક હતો. તે સેનામાંથી સ્વૈચ્છિક નિવૃત થઇ દૂબઇ ગયેલો અને ત્યાં પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઇએસઆઇના એજન્ટોની સાથે ઘરોબો કેળવીને ભારતીય સેનાની સંવેદનશીલ માહિતી આપતો હતો.

બે દશકા સુધી તે ગલ્ફમાં રહ્યો અને મિકેનિક કમ ડ્રાઇવર સહિતની નોકરી પણ કરતો રહ્યો. તેની પાસે જે આર્મીનું જૂનું ઓળખ કાર્ડ હતું તેનો ઉપયોગ કરતો હતો. સેનાની એનક માહિતી તેણે લિક કર્યાની શંકા કરવામાં આવી હતી. પણ આખરે જ્યારે તેની પાસે મોબાઇલ ફોન અને સાથે ત્રણ ત્રણ ઇન્ટરનેશનલ રોમીંગ કાર્ડ આવ્યા ત્યારથી તેના પતનની શરૂઆત થઇ. તે ભાવનગર આવ્યો જ્યાં તેણે એસટીડી બૂથમાંથી અમુક માહિતીની આપ-લે કરી ત્યારે અને સાથે પગારની પણ ફરિયાદ કરી હતી કારણ કે તેને ભાવનગરમાં એક એપાર્ટમેન્ટ ખરીદવાનું હતુ 

કારણ કે તેની પત્ની અને દીકરી ભાવનગરમાં હતા. પણ આ ફોન પૂરો થાય તે પહેલા જ તે રંગે હાથ પોલિસના હાથે ઝડપાઇ ગયો. તે સમયે માનવામાં આવેલું કે તેણે 2002ના વર્ષમાં ગુજરાતની ઘણી સંવેદનશીલ માહિતી લીક એકઠી કરી હતી.તે દાઉદ ઇબ્રાહિમ સાથે પણ બેઠક કરી ચૂક્યો હતો તેમજ બે રશિયન ડોનને મળી ચૂક્યો હતો. તેના ફોન નંબર તેની પાસેથી મળ્યા હતા.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Bhavnagar: ISI agent arrested in 2002
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended