Home »Saurashtra »Latest News »Bhavnagar City» Bhavnagar District 5 Seat Change In Assembly Election

ભાવનગર જિલ્લામાં વિધાનસભાની 7માંથી 5 બેઠકોમાં ફેરફારની સંભાવના

Bhaskar News, Bhavnagar | Mar 21, 2017, 02:39 AM IST

  • ભાવનગર જિલ્લામાં વિધાનસભાની 7માંથી 5 બેઠકોમાં ફેરફારની સંભાવના,  bhavnagar city news in gujarati
ભાવનગર:  યુપીની ચૂંટણી બાદ ભાજપમાં વધુ જોમ ચડ્યું હોય તેમ ગુજરાતમાં પણ વહેલી ચૂંટણી આવવાના એંધાણ વર્તાઈ રહ્યા છે ત્યારે ભાવનગરમાંથી 7 વિધાનસભા પૈકી 5 બેઠક પર સિટીંગ ધારાસભ્યોમાં પણ ફેરફારની શકયતાની રાજકીય ચર્ચા જાગી છે.

જિલ્લામાં વિધાનસભાની કુલ 7 બેઠકો પૈકી 1 બેઠક કોંગ્રેસ શાસતિ છે. પરંતુ ભાજપમાં જ 7 બેઠકોમાં આગામી ચૂંટણીમાં ઘણા ફેરફાર થવાની પુરી શકયતા છે. વર્તમાન પરિસ્થતિિ, જ્ઞાતિના સમિકરણ અને ગોડફાધરના માથે હાથ પરથી ઉમેદવાર નક્કી કરવામાં આવશે.

ભાવનગર પૂર્વ અને પશ્ચિમ વિધાનસભાની બેઠક પણ ભારે ચર્ચામાં રહી છે અને સિટીંગ ધારાસભ્યો જીતુભાઇ વાઘાણી અને વિભાવરીબેન દવે પૈકી બે માંથી એકને ટિકિટ ન મળે તેવી શક્યતા છે. ત્યારે બીજી તરફ ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં સારૂ કામ કરી ભાજપના ઉચ્ચ નેતાઓનો વિશ્વાસ કેળવી લેનાર સુનિલ ઓઝાને પણ ટીકીટ આપી ચાન્સ આપે તેવી શકયતા બળવત્તર બની છે જ્યારે અબડાસા છોડી કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ ભાવનગરમાં પુન: પરત આવે તેવી શક્યતા છે. 

જ્યારે ભાવનગર ગ્રામ્યની બેઠકમાં હાલમાં પરશોત્તમભાઈ સોલંકીની નાદુરસ્ત તબીયતને કારણેતેમના જ પરવિારના કોઈ સભ્યને ટિકીટ આપવા અથવા ક્ષત્રિય સમાજમાંથી તક આપવાના પણ સમીકરણો રચાઈ રહ્યા છે. તળાજામાં શવિાભાઈ ગોહિલને સ્થાને ટિકીટ આપવાની ખાત્રી સાથે કોંગ્રેસમાંથી ભાજપમાં આવનાર આગેવાનને પણ લડાવાય તેવું રાજકીય વર્તુળોમાંથી જાણવા મળ્યું છે. મહુવામાં કોળી સમાજના પ્રતનિિધતિ્વ સાથે ખાસ કોઈ ફેરફાર દેખાતા નથી. પાલતિાણા બેઠક કોંગ્રેસ અને ભાજપ બન્ને માટે ‘વટ’નો સવાલ ઉભો થયો છે. 
ભાજપ પાસેથી આંચકેલી બેઠક પર કોંગ્રેસને ટકી રહેલા પ્રવિણભાઈને રિપીટ કરવા ઉપરાંત પ્રદેશના આગેવાનોને પણ આ બેઠક પરથી લડાવે તો નવાઈ નહીં. જ્યારે ભાજપમાંથી મહેન્દ્રસિંહ સરવૈયા અથવા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા વચ્ચે પણ હોડ જામી છે. િસહોર-ગારિયાધાર બેઠકમાં કેશુભાઈ નાકરાણીને બદલી ત્યાં ભાજપ દ્વારા રાજકારણ રમી કોંગ્રેસના મોટુ માથુ ગણાતા સહકારી આગેવાનને ભાજપમાં ભેળવી ટિકિટ આપે તેવી ચર્ચાએ રાજ્યકક્ષાએ વાતાવરણ ગરમાવ્યું છે.

આગામી સપ્તાહે આવશે કોંગ્રેસના નિરિક્ષકો
વિધાનસભાની ચૂંટણી વહેલા આવવાની પુરી શકયતા વચ્ચે આજે અમદાવાદ ખાતે ગુજરાત યુનિ. કોન્ફરન્સ હોલમાં યોજાયેલી પ્રદેશ કોંગ્રેસની બેઠકમાં ભાવનગર સહતિ રાજ્યભરમાંથી દાવેદારો ઉપસ્થતિ રહ્યા હતા. જેમાં ગુરૂદાસ કામતે દાવેદારી સંદર્ભે જે આગેવાને બુથ યાદી તૈયાર કરી હશે તેઓની જ દાવેદારી ધ્યાનમાં લેવાશે તેમ જણાવી આગામી અઠવાડીયે જિલ્લા કક્ષાએ દાવેદારોને સાંભળવા નિરિક્ષકો આવવાના અને જિલ્લા લેવલે જ પેનલ નક્કી કરી મોકલવા પણ જણાવ્યું હતું. ભાવનગરમાંથી દાવેદારી માટે ઈચ્છુક કોર્પોરેટરો અને આગેવાનો ઉપસ્થતિ રહ્યા હતા.

જીતુ વાઘાણી મુખ્યમંત્રી બનશેની જાહેરાત
તાજેતરમાં ચૂંટાયેલા પ્રજાના પ્રતનિિધિઓ અને શ્રેષ્ઠીઓના હસ્તે વડોદરિયા ચોકના નામકરણના કાર્યક્રમ દરમિયાન સ્વામનિારાયણ ગુરૂકુળના કે.પી. સ્વામીએ ભાવનગરના ધારાસભ્ય અને પ્રદેશ ભાજપના પ્રમુખ જીતુભાઈ વાઘાણી આગામી મુખ્યમંત્રી બનશે તેવી જાહેરાત કરી હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Bhavnagar district 5 seat change in Assembly election
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended