Home »Saurashtra »Latest News »Bhavnagar City» 6 Out Of 12 Reservoirs Dry Up In Bhavnagar

ભાવનગરના 12માંથી 6 જળાશયો તળિયા ઝાટક, જળ સિંચન પર સીધી અસર

Bhaskar News, Bhavnagar | Apr 20, 2017, 03:22 AM IST

  • ભાવનગરના 12માંથી 6 જળાશયો તળિયા ઝાટક, જળ સિંચન પર સીધી અસર,  bhavnagar city news in gujarati
ભાવનગર:ઉનાળાના મધ્યાંત ભાવનગર જિલ્લાના ડઝન જળાશયો પૈકીના 6 જળાશયો તળિયા ઝાંટક થઇ ગયા છે, તો આ સિવાયના બે જળાશયોની સ્થિતિ એવી છે કે, ચોમાસા પહેલા તળિયા સુકાઇ જાશે. જોકે, શેત્રુંજી ડેમમાં પાણીની સ્થિતિ સારી છે એટલે શહેરને પિવા માટે કોઇ વિકટ સ્થિતિનો સામનો કરવો નહીં પડે, પણ ખાલી ડેમના લીધે જમીનમાં જળના થતા સિંચન ઉપર સિધી અસર પડી રહી છે.

ભાવનગરને પીવાના પાણી માટે રાહત

જિલ્લામાં શેત્રુંજી ડેમ સહિત ડઝન મોટા જળાશયો છે. જેમાં લાખો ઘન મિટર પાણીનો સંગ્રહ થઇ રહ્યો છે. આ ડેમો પૈકીના હાલમાં 6 ડેમો ડૂકી ગયા છે એટલે કે તળિયા ઝાંટક થઇ ગયા છે જેમાં રજાવળ,  લાખણકા,  હમીરપરા, હણોલ, પિંગળી, જસપરા-માંડવા ખાલીખમ્મ છે. તો આ સિવાયના પણ બગડ અને રંઘોળા ડેમની સ્થિતિ એવી છે કે, થોડા સમયમાં સૂકાઇ જાશે. હાલમાં તેમાં નહીંવત પ્રમાણમાં જ પાણીનો સ્ટોક છે. જોકે હાલમાં પિવાના પાણીનો પ્રશ્ન છે ત્યારે કેનાલ માટે પાણી છોડવાનો કોઇ વિકલ્પ જ નથી, થોડા સમય પહેલા જ ખેતી પાક સુકાતો હોવાની ફરિયાદોના પગલે શેત્રુંજી ડેમાંથી કેનાલમાં બે દિવસ પાણી છોડાયું હતું બાદ હાલમાં આ મહાકાય ડેમમાંથી પણ સિંચાઇનું પાણી બંધ કરી દેવાયંુ છે.

ભાવનગરને પીવાના પાણી માટે રાહત

કોર્પો. દ્વારા હાલમાં પીવાના પાણી તરીકે શેત્રુંજી ડેમના પાણીનો ઉપયોગ કરે છે, હાલમાં 82થી 85 MLD પાણીનો જથ્થો શેત્રુંજી ડેમમાંથી ઉપાડવામાં આવી રહ્યો છે, આ સ્થિતી નિયમિત ધોરણે જળવાય રહે તો સપ્ટેમ્બર માસના પ્રારંભ સુધી ભાવનગરને શેત્રુંજી ડેમના હાલના લેવલની સરખામણીએ કોઇ વાંધો આવે તેમ નથી. મ્યુ. કોર્પોરેશનના સૂત્રોના જણાવ્યા મુજબ ચોમાસુ થોડો સમય ખેંચાય તો પણ ભાવનગરને પાણી માટે કોઇ મુશ્કેલી ઉભી થાય તેવા કોઇ સંજોગો નથી.

દર વર્ષે ઉનાળામાં આવી સ્થિતી હોય છે

હાલમાં જળાશયોમાં જે પાણીનો લાઇવ જથ્થો છે, જે સ્થિતિ દર વર્ષે ઉનાળાના મધ્યાંતરે થઇ જતી હોય છે, હાલમાં જે સ્ટોક છે, તેમાં પણ ઉનાળાના લીધે સુકાઇ જશે, પરંતુ ભાવનગરને પીવા માટે શેત્રુંજીમાંથી મળતા જથ્થામાં કોઇ મુશ્કેલી નહીં પડે, સિંચાઇ માટે પાણી બંધ કરી દેવાયા છે. - એ.પી.રાજ્યગુરૂ, ડે.એન્જિ.,ભાવ. સિંચાઇ યોજના 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 6 Out of 12 Reservoirs Dry Up in Bhavnagar
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended