Home »Saurashtra »Latest News »Bhavnagar City» 42.5 Degree Temperature In Bhavangar, Break 5 Year Record

ભાવનગરનું તાપમાન વધીને 42.5 ડિગ્રીએ તોડ્યો ગરમીનો 5 વર્ષનો વિક્રમ

Bhaskar News, Bhavnagar | Apr 13, 2017, 03:52 AM IST

ભાવનગર:  ભાવનગર શહેર અને જિલ્લામાં ચૈત્ર માસમાં દરરોજ સૂર્યનો પ્રખર તાપ આગ વરસાવી રહ્યો છે. અગનવર્ષાથી ભાવનગરવાસીઓ બપોરના સમયે ત્રાહિમામ પોકારી ગયા છે. ભાવનગર શહેરમાં આજે મહત્તમ તાપમાન 1.4 ડિગ્રી સેન્ટીગ્રેડ  વધીને 42.5 સેન્ટીગ્રેડ નોંધાયું હતુ. જેથી આખો દિવસ પ્રખર સૂર્યતાપ રહ્યો હતો. છેલ્લા પાંચ વર્ષમાં ચૈત્ર માસ અને એપ્રિલ માસમાં ભાવનગર શહેરમાં મહત્તમ ગરમીનો આ વર્ષે તૂટ્યો છે. પાંચ વર્ષ પહેલા એપ્રિલ માસમાં ભાવનગર શહેરમાં 42.3 ડિગ્રી સેન્ટીગ્રેડ ગરમી નોંધાયેલી તેનો વિક્રમ આજની ગરમીએ રેકર્ડ સર્જયો છે.

ભાવનગર શહેરમાં આજે સવારથી જ દાહક ગરમીનો અનુભવ ભાવેણાવાસીઓએ કર્યો હતો. બપોર સુધીમાં તો માર્ગો બળતા હોય તેવી ગરમી રસ્તે ચાલનારા નગરજનોને અનુભવાઇ હતી. છેલ્લા બે દિવસથી શહેરમાં તાપમાન સામાન્ય કરતા ત્રણથી ચાર ડિગ્રી સેન્ટીગ્રેડ વધુ નોંધાતા હિટવેવ પ્રબળ થયો છે. ભાવનગર શહેરમાં આજે મહત્તમ તાપમાન 42.5 ડિગ્રીને આંબતા વૈશાખની મધ્ય જેવી અગનવર્ષા ભાવેણાના ગગનમાંથી આખો બપોર વરસી હતી.

ભાવનગર શહેરમાં હિટવેવ પ્રસરી વળતા 6 જ દિવસના સમયગાળામાં શહેરના મહત્તમ તાપમાનમાં બે ચાર નહીં પણ 10 ડિગ્રી સેન્ટીગ્રેડનો નોંધપાત્ર વધારો થયો છે. આજની ગરમીથી લૂ લાવવાના કે પાણી ઓછું થઇ જવાના કિસ્સા વધ્યા છે. ભાવનગર શહેરમાં લઘુત્તમ ઉષ્ણતામાન 25.8 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતુ જ્યારે હવામાં ભેજનું પ્રમાણ 5 ટકા અને પવનની સરેરાશ ઝડપ 7 કિલોમીટરની નોંધાઇ હતી.

ડિહાઈડ્રેશનથી બચવા પુષ્કળ પ્રવાહી લેવું
હિટસ્ટ્રોકના પ્રારંભિક લક્ષણો જેવાં કે, ચક્કર, માથાનો દુખાવો, ઝાડા- ઉલટી અને ડિ હાઇડ્રેશનની તકલીફો વધી છે. લોકોએ હિટસ્ટ્રોકથી બચવા માટે ગરમીમાં બહાર નીકળવાનું ટાળવું, કોટનનાં કપડા પહેરવા, બાઇક પર લાંબા અંતરે જતી વખતે 15 મિનિટ છાંયામાં ઉભા રહેવું, તેમજ વારંવાર પાણી પીવું અને વધુમાં વધુ જ્યુસ, લસ્સી, સરબત જેવાં પ્રવાહી પીવા જોઇએ,રોગ પ્રતિકારક શક્તિ વધારવી જોઇએ.

હિટવેવમાં હતાશા વધે છે
જેમ જેમ ગરમી વધે તો મગજ પર કાબૂ ગુમાવનાર દર્દીઓમાં વધારો થાય છે. કાળઝાળ ગરમીમાં શરીરમાં પ્રવાહીનું પ્રમાણ ઓછું થતા અંતે સોડિયમ ઘટે છે. જેથી હતાશા, ભય, ચિંતાનો અનુભવ થાય છે. આનાથી બચવા ગરમી અને તડકાથી દૂર રહેવું. તેમજ પ્રવાહી ખુબ ઉપયોગમાં લેવું જેથી શરીરમાં સોડિયમનું પ્રમાણ યોગ્ય સ્તરે જળવાઇ રહે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 42.5 degree temperature in bhavangar, break 5 year record
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended