Home »Saurashtra »Latest News »Bhavnagar City» 41.5 Degree Temperature In Bhavnagar

41.5 ડિગ્રી સાથે ભાવનગરમાં ફરી વળ્યું તીવ્ર ગરમીનું મોજુ

Bhaskar News, Bhavnagar | Apr 12, 2017, 04:06 AM IST

  • 41.5 ડિગ્રી સાથે ભાવનગરમાં ફરી વળ્યું તીવ્ર ગરમીનું મોજુ,  bhavnagar city news in gujarati
ભાવનગર:  ભાવનગર સહિ‌ત સમગ્ર ગોહિ‌લવાડ પંથકમાં ચૈત્ર માસના મધ્યે હિ‌ટવેવ ફરી વળતા આ વિસ્તાર અગનભટ્ઠામાં હોય એ રીતે ગરમીનો પ્રારંભ થઈ ગયો છે. આજે શહેરની મહત્તમ ગરમી 1.9 ડિગ્રી વધીને 41.5 ડિગ્રીને આંબી ગઈહતી. તો બપોર બાદ સરેરાશ 9 કિલોમીટરની ઝડપે લૂ ફૂંકાઇ હતી. જો કે સાંજના સમયે આ સૂસવાટાથી પ્રખર ગરમીમાં થોડી રાહતનો અનુભવ થયો હતો.

ભાવનગર શહેરમાં ગઈ કાલે મહત્તમ તાપમાન 39.6 ડિગ્રી સેન્ટીગ્રેડ હતુ. તે આજે એકાએક 1.9 ડીગ્રી સેન્ટીગ્રેડ વધીને 41.5  ડિગ્રી સેન્ટીગ્રેડને આંબી જતાં બપોરનાં સમયે શહેરમાં ટોપી અને સનગ્લાસ વગર બહાર જવાનું નગરજનોએ ટાળ્યું હતું. સાંજ સુધી અકળાવનારી ગરમી રહેતા કોલ્ડડ્રિંકસ અને આઈસક્રીમનો સારો ઉપાડ રહ્યો હતો. જો કે પવનના કારણે આજે શહેરનું લઘુત્તમ તાપમાન 21.8 ડિગ્રી સેન્ટીગ્રેડ થલ ગયું હતુ. 9 કિલોમીટરની ઝડપે પવનથી રાત્રિના સમયે જે ઠંડક વળતી તે હવે સાવ અદ્રશ્ય થઈ ગઈ છે. હવામાં ભેજનું પ્રમાણ માત્ર 6 રહી હતી.

ભાવનગર શહેરમાં ગરમીનું મોજું ફરી વળ્યું છે ત્યારે બપોરે કુદરતી કર્ફયુ હોય તેવો માહોલ જોવા મળે છે. મુખ્ય બજારો પણ બપોરે સૂમસામ ભાસે છે. માણસો તો ઠીક અબોલ પશુ-પંખીઓ પણ મોડી સાંજ સુધી માળામાંથી બહાર નીકળતા નથી. ભાવનગરમાં ગરમી સતત વધી રહી છે ત્યારે હજી પણ એકાદ-બે દિવસ સુધી હિ‌ટવેવની અસર રહેશે તેવી હવામાન ખાતાની આગાહીએ નગરજનોને વધુ પરસેવે રેબઝેબ કરી દીધા છે. જો કે રાત્રિના સમયે પવન ફૂંકાતો હોય અગાશી અને ધાબા પર રાત્રે સૂનારાઓને ગરમીમાં થોડી રાહત મળે છે. મુખ્યત્વે રવિવાર સુધી સમગ્ર ગોહિ‌લવાડ પંથકમાં હિ‌ટવેવ રહેશે.

દાહક ગરમથી કેવી રીતે બચવું
બને ત્યાં સુધી તડકામાં બપોરે બહાર ન નીકળવું. બપોરે તડકામાં જઈ રમવું નહીં. આમ છતાં બહાર જવું જ પડે તો ટોપી, સનગ્લાસ વિ.નો સહારો લેવો. સફેદ રંગના સુતરાઉ કપડાં પહેરવા. પાણીનું વધુમાત્રામાં સેવન કરવું.

સન સ્ટ્રોકના લક્ષણો
સન સ્ટ્રોકના લક્ષણો જાણી લેવા જરૂરી છે. જો સખત માથુ દુ:ખે કે ચક્કર આવે અથવા ચામડી બળતી હોય તેવો અનુભવ થાય, ચહેરા ઉપર લાલ-લાલ ચકામાં ઉપસવા લાગે, સુસ્તી લાગે, પાણીની કમીનો અનુભવ થાય, હૃદયના ધબકારા વધી જાય કે શ્વાસ લેવામાં તકલીફ અને ગભરાટ વધી જાય તે સનસ્ટ્રોકના લક્ષણો છે. તેમા ઉલટી થઈ બેભાન થઈ જવાય છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 41.5 degree temperature in bhavnagar
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended