Home »Saurashtra »Latest News »Bhavnagar City» 34 Manhall In Bhavnagar MG Road

ભાવનગરના M.G. રોડ પર 34 મેનહોલ બુરાયેલા મળ્યા !

Bhaskar News, Bhavnagar | Mar 04, 2017, 03:59 AM IST

ભાવનગર: ભાવનગર મ્યુ. કોર્પોરેશન દ્વારા રોડ ઉપર રોડ કરવામાં પંકાઇ ગયું છે, તેમાં વધુ એક ઘોરબેદરકારી ખુલ્લી પડી છે. ઘોઘાગેટથી ખારગેટ સુધી હાલમાં રોડનું કામ ચાલી રહ્યું છે, જ્યા જુનો રોડ ખોદીને નવો રોડ કરવામાં આવશે, આ જુના રોડના ખોદકામમાં કોર્પોરેશનને ભુતકાળમાં રાખેલી ઘોર બેદરકારી બહાર આવી છે. બે પાંચ નહીં પણ 34 જેટલા સ્ટ્રોમ અને ડ્રેનેજના મેનહોલ બંધ હાલતમાં ખુલ્લા પડ્યા છે.!! હજૂ આ સંખ્યામાં વધારો થવાની ધારણા છે. ધૂળ, કચરાથી ભરાયેલા આ તમામ મેનહોલ તંત્રએ તાબડતોડ સાફ કરીને મેનહોલ ચાલુ હાલતે કર્યા હતા.

મ્યુ. કોર્પોરેશન દ્વારા ભુતકાળમાં કરાયેલા રોડના કામો આંખે પાટા બાંધીને કર્યા હોય તેવો ઘાટ ઘડાયો છે. ચોમાસામાં લોકો પાણી ભરાવાના મામલે તોબા પાકારી જાય છે, ત્યારે તે પાણી ભરાવા પાછળ કોર્પોરેશન જ જવાબદાર હોવાની સાબિત બહાર આવી છે. ઘોઘાગેટથી ખારગેટ સુધીનો એમજી રોડ સતત ધમધમતો રહે છે.

આ માર્ગ પર ભુતકાળમાં રોડ ખાતાએ જ કરેલી ભુલ એકાએક બહાર આવી છે. મોટા ભાગે રોડ ઉપર રોડના કામો થાય છે, પણ આ માર્ગનું ફાઉન્ડેશન રાજાશાહી વખતનું છે, તેના ઉપર રોડ કામ કરાયું હતુ, હવે તેના ઉપર નવી પધ્ધતિથી ડામરનું કામ કરવા કોર્પોરેશને કામ હાથ ઉપર લીધું છે, આ કામ કરવા જુના ડામરના વાઘા કાઢવા પડે તેમ છે,  આ જુના ડામરના થિગડા હટાવાતા નીચેથી ડ્રેનેજની અનેક મેનહોલ હોવાનું બહાર આવતા ખૂદ તંત્ર ચોંકી ગયું હતું.

સુપરવિઝનમાં ક્ષતિ, એજન્સીઓને શિરપાવ
ભુતકાળમાં માત્ર ઘરવેરામાં જ લાલિયાવાડી હતી, તેવંુ ન હતું પણ દરેક ખાતામાં તાગડધિન્ના જ હતા, રોડનું કામ હોય કે, ઘરવેરાના બારી પર બિલની રકમ સ્વીકારવાની વાત હોય. છેલ્લા થોડા વર્ષોથી કોર્પોરેશનની સ્થિતિમાં સુધારો થયો છે. રોડનું કામ ફાળવી દિધા બાદ તેનું સુપરવિઝન જ કરાતું ન હતું, તેનો આ પુરાવો છે. કામ સોંપી દિધા બાદ એજન્સીઓ મનમાની મુજબ રોડ કામ કરીને બિલ મંજુર કરવી લેવાની તાકાત ધરાવતા હતા સામાપક્ષે શાસકો પણ તેમાં સામેલ હતા, તેનો આ પુરાવો છે.!!

રોડ, ડ્રેનેજ બન્ને વિભાગની જવાબદારી
^જે તે સમયે રોડકામ થઇ ગયું ત્યારે એજન્સીએ જોવંુ જોઇએ, રોડ વિભાગે કહેવંુ જોઇએ, પણ તેમ ન થયું હોય, સાથો સાથ જે તે સમયે ડ્રેનેજ વિભાગના જવાબદાર વ્યક્તિની પણ ફરજ છે કે, મેનહોલ હતી, તેની જાણ રોડ વિભાગને કરવી જોઇએ, અત્યારે આ ધ્યાનમાં આવ્યું એટલે તમામ મેનહોલ સાફ સફાઇ કરાવીને પૂર્વવત કરાવી છે. > વી.એન.પંડિત, કાર્યપાલક ઇજનેર, ડ્રેનેજ, કોર્પોરેશન
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 34 manhall in Bhavnagar MG Road
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended