Home »Saurashtra »Latest News »Bhavnagar City» 28 People Suicide In Bhavnagar District

ભાવનગર શહેર-જિલ્લામાં છેલ્લા વીસ દિવસમાં 28 વ્યક્તિઓએ કર્યો આપઘાત

Bhaskar News, Bhavnagar | Mar 21, 2017, 03:03 AM IST

  • ભાવનગર શહેર-જિલ્લામાં છેલ્લા વીસ દિવસમાં 28 વ્યક્તિઓએ કર્યો આપઘાત,  bhavnagar city news in gujarati
ભાવનગર:ભાવનગર શહેરમાં ગત તા.2 માર્ચના રોજ ક.પરાના યુવાને અગ્ની સ્નાન કરી લીધેલ.જયારે ચિત્રામા યુવકને ઇલે. શોક લાગ્યો હતો,તો કુ઼ભારવાડાના યુવકે અને સિંધુનગરની યુવતીએ ફાંસો ખાધો હતો.ચિત્રની સગીરાએ અને વરતેજ તાબેના ખડસલીયા ગામની મહિલાએ અગ્ની સ્નાન કરી લેતા મોત નીપજયા હતા.

એક અંદાજ મુજબ ભાવનગર શહેર અને જીલ્લામાં મળી 12 યુવકો, 1 વૃધ્ધ અને 1 આધેડ સહીત 14 થી વધુ વ્યક્તિઓએ બેકારીથી કંટાળી ઘર પરિવારનુ ગુજરાન ચલાવવું મુશ્કેલ બનતા અંતે બેકારીથી કંટાળી જઇ આપઘાત વહોરી લેવાની ઘટનાઓ બની હતી.અન્ય બનાવોમા બે સગીરાઓએ પણ અગ્ની સ્નાન કરી અને ઝેરી દવા પી લઇ આત્મ હત્યા કર્યાનુ પોલીસ ચોપડે નોંધાવા પામ્યુ છે.

આ અંગે ભાવનગરના તજજ્ઞોના મત મુજબ મોટા ભાગના આપઘાતના બનાવો જાતે બનવા પામતા હોય છે અને તેમા ખાસ કરીને 16થી 40 વર્ષની ઉંમરના વ્યક્તિઓ આ પગલુ ભરતા હોય છે. જો કે આ અંગે તજજ્ઞોએ એવુ પણ જણાવ્યું હતુ. કે આજના જમાનામા લોકોની સહન શકીત ઘટી રહી છે.અને સામાન્ય બોલાચાલીમાં આપઘાત જવા પગલા ભરી લેતા હોય છે.
 
અગાઉના જમાનામા પરિવારો એક બીજા સાથે રહેવામા માનતા હતા. જયારે આજના જમાનામા મોટા ભાગના લોકોને સ્વતંત્રતા જોઇએ છે. જેના લીધે ઘર પરિવારથી જુદા રહેવાનુ પસંદ કરે છે અને આવક કર્તા ખર્ચ વધી જતા અંતે આપઘાતના પગલા ભરતા હોય છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 28 people suicide in bhavnagar district
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended