Home »Saurashtra »Latest News »Amreli» Rain Rains With Heavy Storm At Amreli District Today

અમરેલી: ભારે પવન સાથે કમોસમી વરસાદ, અનેક વૃક્ષો ધરાશાયી

Bhaskar News, Amreli | May 19, 2017, 00:55 AM IST

  • ભારે ઉકળાટ બાદ પવન સાથે વરસાદ વરસી પડ્યો
અમરેલી:અમરેલી પંથકમા ફરી એક વખત માવઠુ થયુ હતુ. બપોરબાદ લીલીયા, લાઠી અને દામનગરના ગ્રામ્ય વિસ્તારોમા ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબકયો હતો. તોફાની પવનના કારણે માર્ગો પર અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા. માવઠાથી વાતાવરણમા ઠંડક પ્રસરી ગઇ હતી. અમરેલી શહેરમા પણ બપોરબાદ આકાશમા વરસાદી વાદળો છવાઇ ગયા હતા. જો કે અહીં ઉકળાટની સ્થિતિ યથાવત જોવા મળી હતી. અમરેલી તાબાના ભંડારીયા ગામે બપોરબાદ આકાશમા વરસાદી વાદળો ઘેરાયા હતા અને અહી ભારે પવન સાથે કમોસમી વરસાદ પડયો હતો જેને પગલે માર્ગો પર પાણી વહેવા લાગ્યા હતા.
 
વરસાદ ખાબકતા માર્ગો પર અનેક વૃક્ષો પડી ગયા
 
લાઠી તાબાના ભીંગરાડ ગામે પણ ભારે પવન સાથે માવઠુ થયુ હતુ. દામનગર પંથકમા પણ તોફાની પવન સાથે વરસાદ ખાબકયો હતો. લાઠી તાબાના મતિરાળા, કૃષ્ણગઢ ગામમા પણ પવન સાથે વરસાદ ખાબકતા માર્ગો પર અનેક વૃક્ષો પડી ગયા હતા. અહી ધુળની આંધી પણ ઉઠી હતી. તો લીલીયામા હળવા છાંટા પડયા હતા. જયારે સલડીથી અમરેલી વચ્ચે ભારે પવન સાથે કમોસમી વરસાદ પડયો હતો. અહીં પણ ભારે પવનના કારણે માર્ગો પર અનેક વૃક્ષો ધરાશાયી થયેલા જોવા મળ્યાં હતા.
 
અમરેલીમાં આકરી ગરમી અને ઉકળાટથી લોકો ત્રાહિમામ આ અંગે વધુ વાંચવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Rain Rains with heavy storm at Amreli District Today
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended