Home »Saurashtra »Latest News »Amreli» 2 Person Dead In An Accident Between Car And Rickshaw

રાજુલા: રીક્ષા અને કાર સાથે અકસ્માત, સાળા-બનેવીનાં ઘટનાસ્થળે જ મોત

Bhaskar News, Rajula | Apr 15, 2017, 22:40 PM IST

  • ગાયને બચાવવા જતા કારનો અક્માત થયો
રાજુલા:જાફરાબાદ તાલુકાના દુધાળા ગામ નજીક આજે સવારે જુની બારપટોળીના કોળી પરિવારના લોકો ખરખરાના કામે રીક્ષામાં જઇ રહ્યા હતા ત્યારે તેમની રીક્ષા કાર સાથે અથડાઇ જતા સાળા-બનેવીના ઘટનાસ્થળે જ મોત થયા હતાં જ્યારે આઠ વ્યક્તિને ઇજા પહોંચતા સારવાર માટે દવાખાને ખસેડાયા છે. નિલગાય આડી ઉતરતા તેને બચાવવાના પ્રયાસમાં આ અકસ્માત થયો હોવાનું કહેવાય છે.
 
રીક્ષા રોડ પર પલટી ખાતા અકસ્માત
 
અકસ્માતની આ ઘટના જાફરાબાદ તાલુકાના દુધાળા ગામ નજીક બની હતી. પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર જુની બારપટોળી ગામનો કોળી પરીવાર આજે છકડો રીક્ષા કરી ખરખરાના કામે કોડીનાર તરફ જવા નીકળ્યો હતો. આ સમયે દુધાળા ગામ નજીક અચાનક નિલગાય આડી પડતા રીક્ષા ચાલકે તેનાથી બચવા પ્રયાસ કર્યો હતો. જેના કારણે રીક્ષા રોડ પર પલટી ખાઇ ગઇ હતી. આ સમયે જ સામેથી આવી રહેલી એક ઝાઇલો કાર પણ રીક્ષા સાથે અથડાઇ ગઇ હતી.
 
અકસ્માતમાં સાત વ્યક્તિને ઇજા
 
આ અકસ્માતમાં નરશીભાઇ કાળાભાઇ, રહે. બારપટોળી અને લોઠપુર ગામના જગાભાઇ સોંડાભાઇનું ઘટનાસ્થળે જ મોત થયુ હતું. બન્ને સાળો-બનેવી થતા હોવાનું જાણવા મળેલ છે. અકસ્માતમાં સાત વ્યક્તિને ઇજા પહોંચી હતી. જેમાં જુની બારપટોળીના રીયાબેન ઘેલુભાઇ (ઉ.વ. 50), દેવુબેન રણછોડભાઇ (ઉ.વ. 50), બાવચંદભાઇ માધાભાઇ (ઉ.વ. 26), રાધાબેન અરજણભાઇ (ઉ.વ. 36), નારણભાઇ કાનાભાઇ, ગોરધનભાઇ ઘેલાભાઇ કવાડ, ઇશુભાઇ ધીરૂભાઇ અને અરજણભાઇ નાનજીભાઇ (ઉ.વ. 37) નો સમાવેશ થાય છે.
 
પરિવારમાં ભારે શોકની લાગણી ફરી વળી
 
તમામ ઘાયલોને જુદી જુદી બે 108 એમ્બ્યુલન્સ મારફત સારવાર માટે રાજુલા અને મહુવા દવાખાને ખસેડવામાં આવ્યા હતાં. ઘટનાની જાણ થતા કોળી પરિવારમાં ભારે શોકની લાગણી ફરી વળી હતી. મૃતક બન્ને યુવાનની લાશને પીએમ માટે રાજુલા દવાખાને ખસેડાઇ હતી. બનાવને પગલે જાફરાબાદ પોલીસ પણ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ આગળની કાર્યવાહી હાથ ધરી છે. લૌકીક કામે જતા પરિવારને અચાનક અકસ્માત નડતા અને   પરિવારનાં બે વ્યક્તિનાં મોત નિપજતા પરિવારમાં શોકનું મોજુ પ્રસર્યું હતું. આ ઘટના બનતાની સાથે સંસદીય સચિવ હિરાભાઇ સોલંકી હોસ્પિટલે પહોંચ્યા હતા.
 
કોળી પરિવારમાં ગમગીનીનો માહોલ આ અંગે વાંચવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 2 Person Dead in an accident between car and rickshaw
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended