Home »Saurashtra »Latest News »Amreli» Protest Of Hardik Patel At Amreli With BJP Workers

હાર્દિકની મુલાકાતના પગલે બગસરામાં ઘર્ષણ, કાફલા પર ટામેટા ફેંકી વિરોધ

Jaidev Varu, Amreli | Mar 15, 2017, 12:38 PM IST

  • હાર્દિકના કાફલા પર ફેંકાયા ટામેટા.
બગસરાઃ બગસરામાં હાર્દિક પટેલનો કાર્યક્રમ બપોરના બે વાગ્યાનો હતો. પરંતુ હામાપુરના રસ્તેથી પાંચ વાગ્યે તેનું આગમન થયુ હતું. અહિં ભાજપના કાર્યકરો એ.વી. રીબડીયા, રમેશભાઇ સતાસીયા વિગેરે બાયપાસ પર જ કાળા વાવટા લઇ ઉભા રહ્યા હતાં અને હાર્દિક પટેલનો કાફલો આવતા  જ તે લેઉવા પટેલનો દુશ્મન હોવાના સુત્રોચ્ચાર કર્યા હતાં. કેટલાક શખ્સોએ હાર્દિક પટેલના કાફલા પર ટમેટા પણ ફેંક્યા હતાં.

બગસરામાં પાસ અને પાટીદાર શક્તિ ગૃપ દ્વારા આ સભાનું આયોજન કરાયુ હતું. સૌ પ્રથમ પટેલ વાડી પાસે સરદાર પટેલની પ્રતિમાને ફુલહાર કર્યા બાદ જેતપુર રોડ પર પાંચેક હજારની જનમેદની સાથેની સભા યોજાઇ હતી. જ્યાં હાર્દિક પટેલે જણાવ્યુ હતું કે સરકાર આંદોલનને તોડી પાડવા હજુ પણ મથી રહી છે. પટેલોને પટેલ સામે કરી દીધા છે. મારા પર નાણાનો આક્ષેપ કરે છે પરંતુ અહિં બેઠેલા કોઇ પાસે મે 100 રૂપીયા પણ માંગ્યા હોય તો કહે.  તેમણે એમ પણ જણાવ્યુ હતું કે મારે નેતા બનવુ નથી, સમાજના હિતની વાત કરવી છે. ચુંટણી આવે ત્યારે આ સરકારને તેનો પરચો બતાવવાનો છે.

ધારાસભ્યોને પણ મળ્યુ નીચે સ્થાન
બગસરાની આ સભાનું આયોજન પાસ દ્વારા કરાયુ હતું. જેને પગલે સભામાં ઉપસ્થિત રહેલા ધારી-બગસરા વિસ્તારના ધારાસભ્ય નલીનભાઇ કોટડીયા અને વિસાવદરના ધારાસભ્ય હર્ષદભાઇ રીબડીયા પણ નીચે બેઠા હતાં. પાસના પ્રવક્તા વરૂણ પટેલ, રેશ્મા પટેલ, દાનીશભાઇ બાંભરોલીયા વગેરે હાજર રહ્યા હતાં.
 
આગળ જુઓ, વધુ વિગતો
 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: protest of hardik patel at amreli with BJP workers
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended