Home »Saurashtra »Latest News »Amreli» Lake Of Doctors In Hospital Which Was Inaugurated By CM Rupani

રાજુલા: CMએ હોસ્પિ.નું લોકાર્પણ તો કર્યું પણ તબીબ નથી, ટેક્નિશીયન નો સ્ટાફ પણ અપૂરતો

Bhaskar News, Rajula | Apr 17, 2017, 23:32 PM IST

  • રાજુલા: CMએ હોસ્પિ.નું લોકાર્પણ તો કર્યું પણ તબીબ નથી, ટેક્નિશીયન નો સ્ટાફ પણ અપૂરતો,  amreli news in gujarati
રાજુલા:રાજુલા જાફરાબાદ ખાંભા એમ ત્રણ તાલુકાના દર્દીઓને આશીર્વાદરૂપ રાજુલા ખાતે કરોડોના ખર્ચે એ-ગ્રેડની હોસ્પિટલ તૈયાર થઈ અને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા તાજેતરમાં ઉદ્દઘાટન પણ કરવામા આવ્યું હતુ. પરંતુ અહી તબીબો અને ટેકનીશીયનો સહિતનો સ્ટાફ વણપુરાયેલો હોય દર્દીઓને આરોગ્ય સેવા મળી શકતી નથી. ત્રણ તાલુકાના લોકો આરોગ્ય સુવિધાના અભાવે પરેશાન થઇ રહ્યાં છે.
 
રાજુલામા આવેલ સરકારી હોસ્પિટલમા ડોકટરો સહિતનો સ્ટાફ વણપુરાયેલો હોય લોકોને આરોગ્યની સેવા મળી શકતી નથી. અકસ્માતોના કેસોમા દર્દીઓને મહુવા, ભાવનગર રિફર કરવામા આવી રહ્યાં છે. 150 પથારી ધરાવતી આ અદ્યતન હોસ્પિટલમા હાલ લોકોને સેવા મળી શકતી નથી. અહી જનલરલ સર્જન,માનસિક રોગના નિષ્ણાંત, બાળકોના ડોક્ટર, કાન નાક ગળાના સર્જન, આંખના સર્જન, રેડિયોલોજીસ્ટ ,લેબોરેટરી, આરએમઓ વર્ગ 1, દાંતના ડોકટરોની જગ્યા ખાલી છે.
 
આ ઉપરાંત ટેકનીશીયનની જગ્યા ખાલી છે. વહીવટી અધિકારી બેની જગ્યા ખાલી છે. ડ્રાયવરની એક જગ્યા ખાલી છે આમ આ મુખ્ય હોસ્પિટલ શરૂ તો કરવામા આવી પરંતુ પુરતા સ્ટાફના અભાવે દર્દીઓને હાડમારી વેઠવી પડી રહી છે. અમરેલીના પૂર્વ સાંસદ વીરજીભાઈ ઠુંમરે આરોગ્ય નિયામક અને સરકારમાં રજૂઆત કરીને જણાવેલ કે રાજુલા હોસ્પિટલમા સ્ટાફની નિમણુંક કરવામા આવે તે જરૂરી છે. આમ છતાં ડોક્ટરોની જગ્યા ભરવામાં આરોગ્ય તંત્ર નિષ્ફળ જશે તો કોંગ્રેસ દ્વારા ધરણા જેવા કાર્યક્રમ રાખવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામા આવી હતી.
 
અહી મુખ્યમંત્રી થોડીવાર જ રોકાણ કરી રવાના થઇ ગયા હતા જેથી હોસ્પિટલમા સ્ટાફની ભરતી કરવા આગેવાનો અને વેપારીઓ રજુઆત પણ કરી શકયા ન હતા. હાલ તો તંત્ર દ્વારા તાકિદે હોસ્પિટલમા ડોકટરો સહિત ખુટતા સ્ટાફની નિમણુંક કરવામા આવે તેવી લોકમાંગ ઉઠી છે. મુખ્યમંત્રીએ તાજેપરમાં જે હોસ્પિટલનું લોકાર્પણ કર્યું છે. તે હોસ્પિટલ છેલ્લા કેટલાક સમયથી કાર્યરત હતી મુખ્યમંત્રીએ માત્ર નવી બિલ્ડીંગનું લોકાર્પણ કર્યું છે. જુની હોસ્પિટલમાં છેલ્લા સાત વર્ષથી તબીબી સ્ટાફની ઘટ પ્રવર્તી રહી છે. છતાં આરોગ્ય તંત્ર દ્વારા આ હોિસ્પટલમાં તબીબોની નિમણુંક કરવામાં નથી આવી રહી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Lake of doctors in Hospital which was inaugurated by CM rupani
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended