Home »Saurashtra »Latest News »Amreli» Farmers Locked Banks At Amreli Village

અમરેલી: ગામમાં ધિરાણ મળતુ ન હોવાથી ખેડૂતોએ કરી બેંકને તાળાબંધી

Bhaskar News, Amreli | Apr 20, 2017, 23:36 PM IST

અમરેલી:નોટબંધી બાદ મહિનાઓ સુધી ખેડૂતોને બેંકમાં હાલાકી ભોગવવી પડી. જો કે હવે સ્થિતી હળવી બની છે. આમ છતાં લાઠી તાલુકાના આંસોદર ગામે એસબીઆઇમાં ખેડૂતોને પાક ધિરાણ મળતુ ન હોય રોષે ભરાયેલા ચાર ગામના ખેડૂતોએ આજે બેંકને તાળાબંધી કરી દીધી હતી. 700 ખેડૂતો ધિરાણની રાહમાં છે ત્યારે અહિં રોજ 8-10 ખેડૂતને માંડ ધિરાણ મળે છે.
 
લાઠી તાલુકાના આંસોદર ગામે આવેલી એસબીઆઇની બ્રાંચમાં પાક ધિરાણ માટે ખેડૂતોને રોજેરોજ ધક્કા ખાવા પડી રહ્યા છે. આંસોદર, ભીંગરાડ, ઇંગોરાળા વિગેરે ગામના 700 જેટલા ખેડૂત ખાતેદારો છે જે ધિરાણની રાહ જોઇ રહ્યા છે. અહિં ખેડૂતો વહેલી સવારથી લાઇન લગાવે છે. પરંતુ લાઇન ગમે તેટલી મોટી હોય તો પણ બેંક સતાવાળાઓ માત્ર 20 બુક જ સ્વીકારે છે અને બાકીના લોકોને બેંકમાંથી નિકળી જવુ પડે છે. વાત આટલેથી અટકતી નથી. પરંતુ આ 20 બુકમાંથી પણ માત્ર 8 થી 10 ખેડૂત ખાતેદારને જ ધિરાણ આપવામાં આવે છે. ખેડૂતોને બે લાખ સુધીનું પાક ધિરાણ આપવાનું હોય છે ત્યારે આ ધિરાણ પણ પુરતુ મળતુ નથી.
 
માત્ર 20 થી 25 હજાર સુધીનું જ ધિરાણ આપવામાં આવે છે. જેને પગલે આજે જીલ્લા પંચાયતના સદસ્ય મયુરભાઇ આંસોદરીયાની આગેવાની હેઠળ ચાર ગામના ખેડૂતો એકઠા થયા હતાં અને ખેડૂતોને પડતી હાડમારીના મુદે બેંકને તાળાબંધી કરી હતી. અહિં બેંકમાં અપુરતો સ્ટાફ અને ધીમી ગતીથી થતા કામે સ્થાનિક ખેડૂતોએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો. બેંકો દ્વારા ઉદ્યોગગૃહોને સામે ચાલીને નાણા પહોંચાડવામાં આવે છે અને તેમના નાણા ડુબે છે. ત્યારે બીજી તરફ ખેડૂતોને નાણા આપવામાં બેંકોને તકલીફ પડી રહી છે તેવો રોષ ખેડૂતો દ્વારા વ્યક્ત કરાયો હતો.
 
આ અંગે વધુ વાંચવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Farmers locked banks at Amreli village
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended