Home »Saurashtra »Latest News »Amreli» Different Marriage In Village Of Amreli In Gujarat

દેશી લગ્ન: Marriage આ રીતે બન્યા યાદગાર, અનોખી જાન જોવા લોકો ઉમટ્યા

Jaidev Varu, Amreli | May 16, 2017, 15:56 PM IST

  • ઘણાં મહેમાનો તો પ્રથમવાર બળદ ગાડામાં બેસીને જાનમાં પહોંચતા થયો આનંદ
અમરેલી:અમરેલી જિલ્લામાં લગ્નની એક એવી જાન નિકળી જેને લોકો જોતા જ રહ્યા. આ જાને લોકોને 70 દાયકાને યાદ અપાવી હતી. કારણ કે આજ કાલની જાકમજોળ અને દેખાડીની દૂનિયામાં આ જાન અલગ રીતે નિકળી. વરઘોડામાં પણ પર્યાવરણ અને ધ્વની પ્રદુષણ ન થાય તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. ત્યારે શું હતું આ જાનમાં અને વર કન્યા માટે કઇ રીતે યાદગાર બની તે જોઇએ.
   
આ અનોખી જાને 70ના દાયકાની યાદ અપાવી દીધી
 
લગ્ન આ શબ્દ સાંભળતા જ આજે જે ટ્રેન્ડ ચાલ્યો છે તે નજરે પડશે. મોંઘીદાટ ગાડીઓની હારમાળા, ડીજેની ધૂમ અને આતશબાજીનો અતિરેક આ દ્રશ્ય નજરે પડશે. પરંતુ અમરેલી જિલ્લાના કરજાળામાં એક એવી જાન જોવા મળી જેણે 70ના દાયકાને યાદ અપાવી હતી. આ આનોખી જાન વરરાજા અને દુલ્હન માટે તો યાદગાર બની જ સાથે-સાથે જાનૈયાઓ પણ નહીં ભૂલી શકે તેવો અનુભવ રહ્યો. કરજાળા ગામના ભુપતભાઈ શેલડીયા ખુશ ખુશાલ હતા. કારણ કે તેમનું સપનું પૂરું થયું ભુપતભાઈના પરીવારે હાલના સમયમાં લુપ્ત થઇ ગયેલી પહેલાંના સમયના ગાડાવાળી જાનને પુન:જીવીત કરવાનું નક્કી કર્યુ. 
 
જાનમાં આખો પરિવાર ખુશખુશોલ જોવા મળ્યો
 
બસ ત્યારથી અનોખા લગ્ન દેશી ઢબના કરવાનું નક્કી કર્યું અને તેમના પરીવારમા કહેતા તાબડતોબ બળદ ગાડાનો શણગાર કરવામાં આવ્યો અને પછી વાત જ શું કરવી પછી તો કરજાળા ગામેથી જાન નિકળી. લગ્નના ગીતો અને બળદ ગાડાની ઘંટડીના રણકારે પહેલાનો સમય ફરી તાજો કરી દીધો અને જાન નેસડી ગામે પહોંચી. આ અનુભવથી પુરો પરીવાર ખુશખુશાલ જોવા મળ્યો હતો. જ્યારે દેશી લગ્નની જાન માટે હરખ ઘેલા બનેલા વરરાજાના પિતા ખુશખુશાલ થઈ ગયા હતાં.
 
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો, મહેમાનો પ્રથમવાર ગાડામાં બેસીને જાનમાં આવ્યા, જાનને જોવા આજુબાજુના ગામના લોકો ઉમટ્યાં
 
 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Different Marriage in Village of Amreli in Gujarat
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended