Home »Saurashtra »Latest News »Amreli» Amreli Have Mud Water In Street Due To Poor Management

અમરેલી શહેરનાં પાણી દરવાજા નજીક ગટરોનાં ગંદા પાણી માર્ગો પર ફરી વળ્યાં

Bhaskar News, Amreli | Mar 15, 2017, 01:06 AM IST

  • અમરેલી શહેરનાં પાણી દરવાજા નજીક ગટરોનાં ગંદા પાણી માર્ગો પર ફરી વળ્યાં,  amreli news in gujarati
અમરેલીઃ અમરેલીમાં આવેલ પાણીદરવાજા વાળા રસ્તે આજે ગટરનું પાણી રેલમ છેલમ જોવા મળ્યુ હતું. અહી અમરેલીથી બહાર જવા માટે બહોળા પ્રમાણમાં બસો,વાહનો ટુ-વ્હીલ,ફોર-વ્હીલ અને રાહદારોને ચાલવામાં મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. અમરેલીમાં આવેલ પાણી દરવાજા સ્વામીનારાયણ મંદિર નજીક આજે સવારથીજ ગટરનું પાણી રેલમ છેલમ જોવા મળ્યુ હતું. જેના કારણે અહી ચાલનારા રાહદારો બસ,ટુ-વ્હીલ,ફોર વ્હીલ અને સાયકલમાં શાળાએ જતા બાળકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડેલ હતો.

જોકે અહી આ મુશ્કેલીનો સામનો તો સામાન્ય હોય તેવુ લાગી રહયુ છે. કેમ કે ઘણી વાર આવા ગંદા ગટરના પાણીની સમસ્યા સર્જાય છે છતા તંત્ર ઘોર નિદ્રામાં હોય તેવુ લાગી રહ્યુ છે. જો કે બાજુમાં આવેલ સ્વામીનારાયણ મંદિર આવેલ છે. ત્યા દર્શન કરવા આવતા ભક્તોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે.  અને આવા ગંદા પાણીને લઇને અહી રહેતા રહીશોમાં પણ બિમારીમાં સપડાવાનો ભય સતાવે છે. લાખો રૂપિયાના ખર્ચે સરકાર આ ગટરની સમસ્યાને દુર કરવા વાપરે છે. પણ પરિણામ શૂન્ય આવીને ઉભુ રહે છે.

તંત્રની બેદરકારીના કારણે સમસ્યા
કઇક તો તંત્રની બેદરકારીને લીધે આવી સમસ્યાઓ સર્જાય છે.અહી રહેતા સ્થાનિકોનું કહેવુ છે કે આ ગટરના પાણીના લીધે તેમના નાના બાળકો બિમારીમાં સપડાય જાય છે. અને આ ગંદા પાણીમાં ડેન્ગ્યુ અને ભયંકર તાવના મચ્છરોનો ઉપદ્રવ થાય છે. જેના કારણે રોગચાળો ફેલાવો એ સામાન્ય પ્રશ્ન છે. અને અહી વાહનો ચલાવવામાં ભારે મુશ્કેલી સર્જાય છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: amreli have mud water in street due to poor management
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended