Home »Saurashtra »Latest News »Amreli» અમરેલીની આદર્શ નિવાસી શાળાના ચાર છાત્રોને ગૃહપતિએ ઝુડી નાંખ્યા

અમરેલીની આદર્શ નિવાસી શાળાના ચાર છાત્રોને ગૃહપતિએ ઝુડી નાંખ્યા

DivyaBhaskar News Network | Apr 21, 2017, 03:40 AM IST

  • અમરેલીની આદર્શ નિવાસી શાળાના ચાર છાત્રોને ગૃહપતિએ ઝુડી નાંખ્યા,  amreli news in gujarati
મોડીરાત્રે હોસ્ટેલ બહાર નીકળતા પાઇપ અને લાકડીથી મારમાર્યો

અમરેલીનામાંગવાપાળમા આદર્શ નિવાસી શાળાની હોસ્ટેલમા રહી અભ્યાસ કરતા ધોરણ-11ના ચાર છાત્રો રાત્રીના સમયે પેશાબ કરવા માટે બહાર નીકળતા ગૃહપતિએ ઉશ્કેરાઇ જઇ ચારેયને પ્લાસ્ટિકના પાઇપ અને લાકડી વડે ઝુડી નાખતા સારવાર માટે અમરેલી સિવીલમા દાખલ કરવામા આવેલ છે.

આદર્શ નિવાસી શાળાના હોસ્ટેલના છાત્રોએ ગૃહપતિએ ઝુડી નાખ્યાની ઘટના ગઇ મોડીરાત્રે બની હતી. પોલીસ સુત્રોમાથી જાણવા મળતી વિગત અનુસાર અહીની હોસ્ટેલના ગૃહપતિ જીતેન્દ્ર ચૌહાણે ગઇરાત્રે સાડા બારેક વાગ્યાના સુમારે અહી રહેતા છાત્ર ભરત જેરામ વાઘેલા (ઉ.વ.17), રાયધન પ્રેમજી સોમળીયા (ઉ.વ.16), અનીલ જીલુભાઇ શેખ (ઉ.વ.16) અને વિજય પથાભાઇ વાઘેલા (ઉ.વ.16)ને બેફામ મારમાર્યો હતો.

આજે મોડી સાંજે છાત્રોએ પોલીસને આપેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેઓ ચારેય જણા રાત્રે સાડા બારેક વાગ્યે પેશાબ પાણી માટે હોસ્ટેલની બહાર નીકળ્યા હતા જેથી ગૃહપતિએ બહાર કેમ રખડો છો તેમ કહી તેને પ્લાસ્ટિકના પાઇપ વડે મારમાર્યો હતો. પ્લાસ્ટિકનો પાઇપ તુટી જતા તેમણે લાકડી લઇ આવી ફરી બધાને ઝુડી નાખ્યા હતા. દેકારો થતા હોસ્ટેલના અન્ય વિદ્યાર્થીઓ પણ બહાર દોડી આવ્યા હતા. છેવટે 108 એમ્બ્યુલન્સની મદદથી તેમને સારવાર માટે દવાખાને ખસેડાયા હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: અમરેલીની આદર્શ નિવાસી શાળાના ચાર છાત્રોને ગૃહપતિએ ઝુડી નાંખ્યા
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended