Home »Saurashtra »Latest News »Amreli» ચલાલામાં કુમારશાળા, ભુવા શાળામાં વાર્ષિકોત્સવ ઉજવાયો

ચલાલામાં કુમારશાળા, ભુવા શાળામાં વાર્ષિકોત્સવ ઉજવાયો

DivyaBhaskar News Network | Apr 21, 2017, 03:40 AM IST

  • ચલાલામાં કુમારશાળા, ભુવા શાળામાં વાર્ષિકોત્સવ ઉજવાયો,  amreli news in gujarati
વાલીઓ, આગેવાનોની ઉપસ્થિતીમાં ત્રિસ્તરીય કાર્યક્રમો યોજાયા

ચલાલામાંગત 15 એપ્રીલના રોજ કુમાર શાળા અને ભુવા કન્યા શાળામાં વાર્ષિકોત્સવ તેમજ ધો.8ના વિદ્યાર્થીઓને વિદાય સમારંભ યોજાયો હતો.

ચલાલા ખાતે ગત તા.15-04ના રોજ કુમાર શાળા અને ભુવા કન્યાશાળાનું સયુક્તપણે વાલીસમેલન વાર્ષિકોત્સવ તેમજ ધો.8ના વિદ્યાર્થીઓને વિદાય સાથે સુભેચ્છા પાઠવીને ત્રિસ્તરીય કાર્યક્રમ સરકારી પ્રાથમિક શાળાઓને પ્રરણારૂપ ઉજવણી કરવામાં આવી હતી. કુમાર શાળાના આચાર્ય દેવજીભાઇ દાફડાએ હાજર રહેલા મહેમાનો અને વાલીઓનું શબ્દોથી સ્વાગત કર્યુ હતુ. દરમ્યાન કુમારશાળાના બાળકો દ્વારા દેશભક્તિ ગીતો રજુ કર્યા હતા તથા ભુવા કન્યા શાળાની બાળાઓએ આચાર્ય ગીતાબેન ભટ્ટ અને પુર્ણીબેન સતાસીયાના માર્ગદર્શન હેઠળ સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કર્યા હતા. ત્રિસ્તરીય કાર્યક્રમ કુમારશાળાના પુર્વ આચાર્ય બિરછુભાઇ માલા, દાનેવ શાળાના આચાર્ય પ્રતાપભાઇ બસીયા, કુમારશાળાના હર્ષદભાઇ સરવૈયા, ભુવા કન્યાશાળાના આચાર્ય ગીતાબેન ભટ્ટ, એસ.એમ.સી કમીટીના બાબભાઇ ડેરૈયા, ધનજીભાઇ કાથરોટીયા, અલીભાઇ બ્લોચ તેમજ બન્ને શાળાઓના બાળકોના વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. બિરછુભાઇ માલાએ જણાવ્યુ હતુ કે સરકારી શિક્ષકના હેતુઓ અને લાભાલાભ સમજાવી દરેક વાલીઓને પોતાના દિકરા-દિકરીઓને સરકારી શાળામાં ભણવાનો આગ્રહ રાખી સરકારીના પ્રા.શિક્ષણ સુધારણા અભિયાનમાં જોડાવવા જાહેર અપીલ કરવામાં આવી હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: ચલાલામાં કુમારશાળા, ભુવા શાળામાં વાર્ષિકોત્સવ ઉજવાયો
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended