Home »Saurashtra »Latest News »Amreli» કાંચરડીમાં પ્રવેશદ્વારનું લોકાર્પણ કરવામાં આવ્યું

કાંચરડીમાં પ્રવેશદ્વારનું લોકાર્પણ કરવામાં આવ્યું

DivyaBhaskar News Network | Apr 21, 2017, 03:40 AM IST

  • કાંચરડીમાં પ્રવેશદ્વારનું લોકાર્પણ કરવામાં આવ્યું,  amreli news in gujarati
લાઠીતાલુકાનાં કાચરડી ગામના ભામાશા કહેવાતા અરવીંદભાઇ, જેઠાભાઇ રાઠોડ હાલમાં ભાવનગર શહેરને કર્મભુમી બનાવી અને સફળતા મેળવીને બાંઘકામના વ્યવસાય સાથે જોડાયેલા છે. તેમણે પહેલા તાલુકા પંચાયત, જીલ્લા પંચાયત, અને ઘારાસભાની ચુંટણી લડી ચુક્યા છે તેમજ હાલમા ભાવનગર અને અમરેલી જીલ્લાના રાજપુત સમાજનાં પ્રમુખ પણ હોય અને સાથો સાથ વીવીઘ સામાજીક પ્રવૃતિઓમાં જોડાઇ સમાજ ઉપયોગી કામો કરી રહ્યા છે.

વીઘવા બહેનો માટે કીટની વ્યવસ્થા, ગૌશાળાની પ્રવૃતી, સમુહ લઞ્નમાં ભોજન ખર્ચમાં પણ ઉપયોગી થયા છે. આવી અનેક પ્રવુતીમાં રસ ઘરાવતા ડુગરશીભાઇને ગામનુ ઋણ અદા કરતા ગામને બે પ્રવેશદ્વાર બનાવવામાં આવ્યા તેમના કાર્યક્રમને અનુલક્ષી કાચરડીમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. જીતુભાઇ વાઘાણીએ દીપ પ્રાગટય કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી. કાચરડીમાં અનેરો થનગનાટ જોવા મળ્યો તેમજ બ્લડ ડોનેશન કેમ્પ પણ રાખવામાં આવ્યો હતો.

(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: કાંચરડીમાં પ્રવેશદ્વારનું લોકાર્પણ કરવામાં આવ્યું
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended