Home »Saurashtra »Latest News »Amreli» અમરેલીમાં ઘણાં સમયથી રસ્તાઓની કામગીરી શરૂ

અમરેલીમાં ઘણાં સમયથી રસ્તાઓની કામગીરી શરૂ

DivyaBhaskar News Network | Mar 21, 2017, 02:35 AM IST

  • અમરેલીમાં ઘણાં સમયથી રસ્તાઓની કામગીરી શરૂ,  amreli news in gujarati
કામગીરી પૂર્ણ થતાં લોકોમાં રોષની લાગણી

અમરેલીમાંઠેર ઠેર રસ્તાઓના કામ શરૂ હોવાથી અમરેલીના લોકો પરેશાન થઇ રહ્યા છે. અમરેલીની બજારોમાં ચાલવા માટે પણ જગ્યા નથી. વાહન પાર્કીંગ ક્યાં કરવું તેની પણ સમસ્યા છે. તેથી જ્યારે લોકો બજારમાં ખરીદી કરવા માટે નીકળે છે ત્યારે તેમના વાહન ક્યાં પાર્કીંગ કરવા તે સૌથી પહેલી સમસ્યા ઉભી થાય છે.

અમરેલી શહેરમાં છેલ્લાં ઘણાં સમયથી દરેક વિસ્તારોમાં રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. કામગીરી શરૂ રહેતા અમરેલી શહેરના લોકો ખુબ પરેશાન થઇ રહ્યા છે. કારણ કે જે વિસ્તારમાં રોડ બનવાનું કામ શરૂ હોય તે વિસ્તારમાં ધૂળની ડમરીઓ ઉડ્યા કરે છે. અને લોકો પરેશાની ભોગવી રહ્યા છે. રસ્તાઓ ખોદી નાંખવાથી જે તે વિસ્તારમાં પાણી બહાર કાઢવાથી કાદવ કીચડ થવાથી જે તે વિસ્તારમાં લોકોને ચાલવામાં પણ તકલીફ પડે છે.

અમરેલીનાં રસ્તાઓ પર ખોદકામ કરી રસ્તાઓનું કામ પૂર્ણ થતાં રસ્તા પર માટીના ઢગલાં કરી દેવામાં આવ્યા છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: અમરેલીમાં ઘણાં સમયથી રસ્તાઓની કામગીરી શરૂ
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended