Home »Recipes »Indian Recipes» Make Testy Poteto Sambhar

આજે બનાવો ટેસ્ટી ભરેલાં બટાટા

divyabhaskar.com | Dec 19, 2012, 09:53 AM IST

સામગ્રીઃ

નાના બટાટા ૫૦૦ ગ્રામ,
મીઠું પ્રમાણસર,
હિંગ ચપટી,
જીરું વધાર માટે,
તેલ પ્રમાણસર,
કોપરાનું ખમણ.
સુશોભન માટે સામગ્રીઃ
સમારેલી કોથમરી એક ઝૂડી,
ફોલેલું લસણ એક ગાંઠિયો,
દાળિયા ૫૦ ગ્રામ,
લાલ મરચું ૧ ચમચી,
બે લીંબુનો રસ,
મીઠું પ્રમાણસર,
કોપરાનું ખમણ ૫ ચમચી,
ખાંડ ૧ ચમચી .

રીતઃ

બટાટાને અધકચરા બાફવા. પછી તેને છોલી નાખવા અને વચ્‍ચેથી એક કાપો મૂકવો. પછી ચટણીની બધી સામગ્રી લઈને ચટણી વાટી નાખવી અને તેમાં લીંબુનો રસ નાખવો. પછી બટાટામાં આ ચટણી ભરીને બટાટા તૈયાર કરવા. પછી એક કડાઈમાં તેલ લઈ તેમાં જીરું, હિંગનો વઘાર કરી તેમાં તૈયાર કરેલા બટાટા વઘારવા. શાક ચડી જાય એટલે તેની ઉપર કોપરાનું ખમણ ભભરાવવું.

તૈયાર છે ચટાકેદાર ભરેલા બટાકા.

(Indian Recipes Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Recipes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: make testy poteto sambhar
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended