Home »Recipes »Indian Recipes» Make Testy Motichur Laddu To Invite Election Result

ચુંટણીના પરિણામને વધાવવા, ઘરેજ બનાવજો મોતીચુરના લાડુ

divyabhaskar.com | Dec 15, 2012, 10:07 AM IST

સામગ્રી -

2 કપ ચણાનો લોટ,
ત્રણ ચતુર્થાંશ કપ ખાંડ,
ખાવાનો કેસરી રંગ એક ચતુર્થાંશ ચમચી,
2 કપ દેશી ઘી,
બે ચમચી પીસેલી બદામ,
અડધી ચમચી ઇલાયચી પાવડર.

બનાવવાની રીત -

ચણાના લોટને પાણીમાં મિક્સ કરી ઘટ્ટ મિશ્રણ તૈયાર કરો. તેમાં કેસરી રંગ ઉમેરો. એક કઢાઈમાં ઘી ગરમ કરો અને તેમાં બુંદી પાડવાના ઝારાની મદદથી બુંદી પાડી તળી લો. એક અલગ કઢાઈમાં બરાબર માત્રામાં પાણી અને ખાંડ મિક્સ કરી એક તારની ચાસણી તૈયાર કરો. તેમાં બુંદી અને બદામ તેમજ ઇલાયચી પાવડર નાંખો અને સારી રીતે મિક્સ કરો. યાદ રાખો, ચાશણી એટલી બધી ન હોય કે તેમાં બુંદી ડૂબી જાય. ચાશણી અને બુંદીનું મિશ્રણ ઘટ્ટ રહેવું જોઇએ જેથી લાડુ વાળી શકાય. હવે આ મિશ્રણ સામાન્ય ઠંડુ પડે એટલે તેમાંથી ઇચ્છો તેટલી નાની કે મોટી સાઇઝમાં લાડુ વાળી લો. તો તૈયાર છે તમારા મોતીચુરના લાડુ.

ચુંટણીના પરિણામો બહાર પડે એટલે, તમે પણ ઘરે બનાવેલ મોતીચુરના લાડું ખવડાવી મોં મીઠું કરાવી શકો છો.
 

(Indian Recipes Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Recipes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: make testy motichur laddu to invite election result
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended