Home »Recipes »Quick Recipes» Try These Easy And Quick Recipe On Womens Day

'વુમન્સ ડે' SPL: વર્કિંગ વુમન માટે બેસ્ટ છે ઝડપથી બનતી આ 5 ડિશ, કરો ટ્રાય!

divyabhaskar.com | Mar 08, 2017, 00:10 AM IST

 
રેસિપિ ડેસ્ક, અમદાવાદ: આવતી કાલે (એટલે કે 8 માર્ચ) વિશ્વ ભરમાં 'વુમન્સ ડે'ની ઉજવણી કરાઇ રહી છે. આ દિવસે ખાસ કરીને વર્કિંગ વુમનને હેલ્ધી રાખતી કેટલીક ખાસ વાનગીઓની વાત કરાઇ છે. કેટલીક એવી વાનગીઓ જે સરળ રીતે બને છે અને મહિલાઓને એનર્જેટિક રાખે છે. તો નોંધી લો આ ખાસ વાનગીઓની રેસિપિ અને કરો ટ્રાય.
 
તવા રોલ્સ
 
સામગ્રી
 
-5થી 6 બ્રેડ સ્લાઈસ
-100 ગ્રામ પનીર
-1/2 કપ મલાઈ
-1 ડુંગળી
-2 ચમચી ભરવા મસાલો
-1 નંગ કેપ્સિકમ
-4 ચમચી માખણ  
 
રીત 
 
સૌપ્રથમ બ્રેડ સ્લાઈસની કિનારીઓ કટ કરીને વેલણથી વળી લો. ત્યાર બાદ એક વાસણમાં બધા જ શાકભાજી ઝીણા સમારીને મિક્સ કરી લો. તેમાં બાકીની બધી જ સામગ્રી નાખીને બરાબર મિક્સ કરી લો. હવે આ મિશ્રણને બ્રેડ સ્લાઈસ પર લગાવીને રોલ કરો. એક નોનસ્ટિક તવો ગરમ કરો. તેના પર માખણ લગાવીને આ રોલને શેકી લો. હવે તૈયાર રોલના નાના-નાના રોલ કટ કરીને ગરમા-ગરમ ચા સાથે સર્વ કરો.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો આવી જ કેટલીક ઝડપથી બનતી વાનગીઓની રેસિપિ...
(Quick Recipes Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Recipes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: try these easy and quick recipe on womens day
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended