Home »Recipes »Quick Recipes» Try These Easy And Quick Recipe

રસોડામાંથી ફટાફટ મળશે મુક્તિ, નોંધી લો 10 મિનિટમાં બનતી વાનગીઓ!

divyabhaskar.com | Mar 09, 2017, 00:10 AM IST

 
રેસિપિ ડેસ્ક, અમદાવાદઃ મહિલાઓને રસોડાની રાણી કહેવામાં આવે છે. કારણ કે તે દિવસના કલાકો રસોડામાં વીતાવે છે. અવનવી વાનગીઓ બનાવે છે અને ઘરના સભ્યો તેમજ મહેમાનોને પીરસીને તેમને ખુશ કરે છે. મહિલા વિનાના કિચનની કલ્પના એટલે ગળપણ વિનાની મીઠાઈ. મહિલાઓ પણ અવનવી વાનગીઓ બનાવીને ભોજન પીરસવામાં ખુશી અનુભવે છે. પરંતુ ક્યારેક તે પણ થાકેલી હોય છે. તેને પણ આરામ કે બહાર ફરવાની ઈચ્છા થાય છે. પરંતુ પરિવાર પ્રત્યેનો પ્રેમ અને કિચનની ફરજ સમજીને તે રસોઈ બનાવવા ફરી કિચનમાં પુરાઈ જાય છે. આજે અમે આવી મહિલાઓ માટે કેટલીક ખાસ રેસિપિ લઈને આવ્યા છીએ જે 10 મિનિટમાં તૈયાર થઈ જશે અને મહિલાને કિચનમાંથી મુક્તિનો અહેસાસ અપાવશે..
 
બ્રેડ પનીર રોલ
 
સામગ્રી
 
-1 કપ પનીર
-1 ડુંગળી સમારેલી
-½ ચમચી લાલ મરચું
-¼ ચમચી જીરુંનો પાઉડર
-½ ચમચી ગરમ મસાલો
-½ ચમચી આદુંની પેસ્ટ
-2 ચમચા ઝીણી સમારેલી કોથમીર
-2 ચમચી ટોમેટો સોસ
-4 બ્રેડ સ્લાઈસ
-4 ચમચી બટર
-મીઠું સ્વાદ અનુસાર
 
રીત
 
એક વાસણમાં પનીરનો ભૂકો, લાલ મરચું, ગરમ મસાલો, મીઠું, સમારેલી કોથમીર, સમારેલી ડુંગળી અને જીરું પાઉડર ઉમેરો. તેને હળવા હાથે મિક્સ કરી લો. હવે તેમાં ટોમેટો કેચઅપ અને આદુંની પેસ્ટ ઉમેરો અને ફરી હળવા હાથે સારી રીતે મિક્સ કરી લો. બ્રેડને લઈને તેને વેલણથી વણીને પાતળી બનાવી લો. તેના પર પનીરવાળુ મિશ્રણ મૂકીને રોલ બનાવી દો. આ રોલને કોટનના કપડામાં વીંટીને થોડીવાર માટે મૂકી દો. હવે બ્રેડ રોલ પર બટર લગાવી દો અને તેને શેકી લો. તૈયાર છે બ્રેડ પનીર રોલ.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો 10 મિનિટમાં બનતી આવી જ કેટલીક સ્વાદિષ્ટ વાનગીઓ...
(Quick Recipes Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Recipes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: try these easy and quick recipe
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended