Home »Recipes »Quick Recipes» Make 12 Types Of Testy And Healthy Toast

સંડે બ્રેકફાસ્ટ માટે છે બેસ્ટ, ફટાફટ બની જશે આ 12 સ્વાદિષ્ટ 'ટોસ્ટ'

divyabhaskar.com | Apr 15, 2017, 12:46 PM IST

 
રેસિપિ ડેસ્ક, અમદાવાદ:રવિવારની રજાના દિવસે જો સવારના નાસ્તામાં મસાલેદાર-ચટાકેદાર ગરમાગરમ ટોસ્ટ ચા સાથે મળી જાય તો જાણે વીકેન્ડ સુધરી જાય. તેમાં પણ વર્કિંગ વુમનને તો રવિવારની રજા માટે ઢગલો કામ રાહ જોઇને બેઠાં હોય ત્યાં, વધારે મહેનત અને ચૂંથવાળો બ્રેકફાસ્ટ બનાવવો માથાના દુખાવા સમાન બની જાય. એટલે અમે તમારા માટે લાવ્યા છીએ 12 પ્રકારના અવનવા ટોસ્ટની રેસિપિ, જે બની જશે ફટાફટ અને ઘરમાં બધાં થઈ જશે ખુશ-ખુશ.

1. ગાર્લિક લેમન ટોસ્ટ-
 
સામગ્રી-
 
-8 સ્લાઈસ બ્રેડની
-4 કળી લસણની
-2 ટેબલસ્પૂન બટર
-1 નંગ લીંબુ
-1/2 ટેબલસ્પૂન મરી પાવડર
-મીઠું સ્વાદાનુસાર
 
રીત-
 
સૌપ્રથમ બ્રેડને ટોસ્ટરમાં ટોસ્ટ કરી લો. એકબાજુ લાઈટ બ્રાઉન રંગની થાય એટલે બીજી બાજુ ફેરવીને ટોસ્ટ કરી લો. હવે એક નાના બાઉલમાં લસણની પેસ્ટ અને પીગળેલું બટર ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. બંને સામગ્રી બરાબર મિક્ષ થઈ જાય એટલે તેને માઈક્રોવેવમાં પાંચેક સેકન્ડ માટે મૂકીને કાઢી લો. હવે આ મિશ્રણને ટોસ્ટ પર સ્પ્રેડ કરી લો. તેના પર થોડુંક લીંબુનો રસ પણ સ્પ્રેડ કરી લો. ફરીથી આ ટોસ્ટને પાંચ સેકન્ડ માટે ટોસ્ટ કરી લો. ગરમા-ગરમ ટોસ્ટને બ્રેકફાસ્ટમાં ઈન્જોય કરો. 

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ અવનવા ચટાકેદાર-મસાલેદાર ટોસ્ટની રેસિપિ...
(Quick Recipes Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Recipes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: make 12 types of testy and healthy Toast
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended