Home »Recipes »Quick Recipes» If You Become Bored Of Making Same Type Of Roti Try Something New

રોજ એકજ જાતની રોટલી બનાવી કંટાળી ગયા હોવ તો, કરો કઈંક નવું Try

divyabhaskar.com | Apr 21, 2017, 13:00 PM IST

 
રેસિપિ ડેસ્ક, અમદાવાદ: તમને પણ એ સમસ્યા સતાવે છે કે, રોટલી મુલાયમ નથી બનતી. સવારે બનાવેલી રોટલીની કિનારી બપોર સુધીમાં કડક બની જાય છે. તમારી આ બધી તકલીફોને દૂર કરવા અને રોટલીને કેવી રીતે મુલાયમ બનાવવી, એ માટે જ અમે લાવ્યા છીએ કેટલીક ટિપ્સ.

લોટ બાંધવો એ પણ એક કળા છે. જો લોટ પરફેક્ટ બાંધવામાં આવે તો, રોટલી વણતી વખતે કિનારી ફાટતી નથી અને કડક પણ નથી થતી.
 
સાદી રોટલી અને ફુલકા રોટલી વચ્ચેનું અંતર?
સાદી રોટલીને તવી પર સીધી જ શેકવામાં આવે છે, જ્યારે ફુલકા રોટલીને આંચ પર ફુલાવવામાં આવે છે. રોટલીનો લોટ પરાઠા જેવો જરા કડક હોય છે, જ્યારે ફુલકા રોટલીનો લોટ એકદમ ઢીલો બાંધવામાં આવે છે.

જેમને ગરમ રોટલી ગમતી હોય
જે લોકોને ગરમ જ રોટલી ગમતી હોય તેઓ દૂધથી પણ લોટ બાંધી શકે છે. દુધથી લોટ બાંધવામાં આવે તો રોટલી એક દિવસ પછી પણ સોફ્ટ જ લાગે છે. તો પરાઠા મુલાયમ બનાવવા હોય તો લોટ બાંધતી વખતે મલાઇ મિક્સ કરવામાં આવે છે. તો અંદર બેસન મિક્સ કરવામાં આવે તો પરાઠા કડક નથી થતા.

દહીંથી પણ બાંધી શકાય લોટ
રોટલીના લોટમાં મીઠા સાથે અજમો, લાલ મરચુ, હીંગ અને ગરમ મસાલા સાથે દહીં મિક્સ કરી બાંધવામાં આવે તો રોટલી બહુ ટેસ્ટી બને છે. આ રોટલી ગરમ-ગરમ ખાવાની જ મજા આવે છે.
 
વિવિધ પ્રકારની રોટલી
મોટાભાગે રોટલીમાં જો કઈં મિક્સ કરી બનાવવામાં આવે તો તેને બીજા કોઇ નામથી ઓળખવામાં આવે છે. જેમ કે પાલક રોટલી, મેથી રોટલી વગેરે. આ સિવાય રોટલીમાં જો વિવિધતા લાવવાનો પ્રયત્ન કરવામાં આવે તો લોટના ટેક્સચરને બદલવામાં આવે છે, જેમ કે દૂધિયા રોટલી, મોયણી રોટની, અચારી રોટલી, તળેલી રોટલી વગેરે.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જાણો રોટલીના વિવિધ પ્રકાર વિશે....
(Quick Recipes Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Recipes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: If you become bored of making same type of Roti try something new
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended