Home »Recipes »Quick Recipes» 8 Type Of Desi Gujarati Chutney Recipe, Try This Week

ભજીયાં-સમોસા સાથે માણો 8 જાતની ચટાકેદાર ચટણીની મજા, સરળ છે રેસિપિ!

divyabhaskar.com | Mar 16, 2017, 06:00 AM IST

 
 
રેસિપિ ડેસ્ક,અમદાવાદઃ વિવિધ પ્રકારની ચટણી ભોજનની થાળીને ભરી-ભરી બનાવે છે. ચટણી વગર તો બધાં જ ફરસાણ અધૂરાં ગણાય. આપણે ફરસાણ તો સ્વાદિષ્ટ બનાવીએ જ છીએ, પરંતુ તેની સાથે ચટાકેદાર-મસાલેદાર સ્વાદિષ્ટ ચટણી પણ મળી જાય એટલે ખાવાની મજા વધી જાય છે. આજે અમે તમારા માટે ચટણીની 11 જાતની રેસિપિ લાવ્યા છીએ, જે બનાવશો ઘરે તો, બની જશો બાળકો અને પતિનાં મોસ્ટ ફેવરિટ.
 
 
ટોમેટો ચટણી
 
સામગ્રી
 
-2 ટેબલસ્પૂન ચણા દાળ
-1 ડુંગળી સમારેલી
-3થી 4 મીઠા લીમડાના પાન
-2 લાલ મરચાં
-1/4 ટીસ્પૂન હળદર
-1/4 ટીસ્પૂન હિંગ
-1 કપ ટામેટાં સમારેલા
-1 ટીસ્પૂન તેલ
-મીઠું સ્વાદાનુસાર
 
વઘાર માટે
-1/2 ટીસ્પૂન રાઈ઼
-2 લાલ મરચાં
-1 ટેબલસ્પૂન તેલ
 
રીત
 
સૌપ્રથમ દાળને ધોઈને એકબાજુ પર મૂકો. ત્યાર બાદ એક પેનમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં ધોયેલી દાળ નાખીને લાઈટ બ્રાઉન રંગની થાય ત્યાં સુધી શેકો. હવે તેમાં ડુંગળી, મીઠા લીમડાના પાન, લાલ મરચાં, હળદર અને હિંગ નાખીને બીજી એકાદ મિનિટ માટે સાંતળો. ત્યાર બાદ તેમાં સમારેલા ટામેટાં નાખીને ફરીથી બરાબર મિક્સ કરો. લગભગ પાંચેક મિનિટ માટ સાંતળો. ટામેટાં ચઢીને સોફ્ટ થઈ જાય ત્યાં સુધી સાંતળો. હવે ગેસ બંધ કરીને મિશ્રણને ઠંડુ થવા દો. મિશ્રણ ઠંડુ થાય એટલે તેને મિક્સરમાં લઈ તેમાં મીઠું અને પાણી ઉમેરો. ત્યાર બાદ તેને મિક્સરમાં ગ્રાઈન્ડ કરીને સ્મૂધ પેસ્ટ બનાવી લો. હવે વઘાર માટેની તૈયારી કરો. એક પેનમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અને લાલ મરચાં નાખીને એકાદ મિનિટ માટે સાંતળો. તૈયાર થયેલા વઘારને ચટણીમાં નાખીને બરાબર મિક્સ કરીને ઢોસા ઉતારો ત્યારે સાથે આ ટેસ્ટી ચટણી સર્વ કરો.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો અન્ય ટેસ્ટી ચટણીની રેસિપિ...
(Quick Recipes Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Recipes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 8 Type Of Desi Gujarati Chutney Recipe, Try This Week
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended