Home »Recipes »Quick Recipes» 5 Special Quick Recipe For Best Family Time During IPL

IPL બની જશે બેસ્ટ ફેમિલી ટાઇમ, ઝટપટ બનાવો 5 ગરમાગરમ નાસ્તા

divyabhaskar.com | Apr 17, 2017, 12:56 PM IST

 
રેસિપિ ડેસ્ક, અમદાવાદ: ક્રિકેટના શોખીનો અત્યારે આઈપીએલ મેચ જોવામાં વ્યસ્ત રહે છે. મોટાભાગનાં ઘરોમાં એવું જોવા મળતું હોય છે કે, પુરૂશઃઓ મેચ જોવામાં વ્યસ્ત હોય છે અને સ્ત્રીઓને જોવી ગમે નહીં એટલે એ લોકો બેઠી-બેઠી કંટાળે. આનો જ એક ઉપાય લાવ્યા છીએ અમે આજ. મેચ સ,અયે જો હેલ્ધી-ટેસ્ટી અને ફટાફટ બની જાય તેવા ગરમાગરમ નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવે તો મેચનો સમય પણ બેસ્ટ ફેમિલી ટાઇમ બની જાય. તો આજથી જ ચાલુ કરી દો તમારા ઘરે પણ બનાવવાના.

થૂલું અને મગની દાળના બોન્ડા
 
સામગ્રી
 
- દોઢસો ગ્રામ મગની ફોતરાંવાળી દાળ
- અઢીસો ગ્રામ ઘઉંનું થૂલું
- સાત કળી લસણ
- એક નંગ લીંબુ
- પાંચ નંગ લીલાં મરચાં
- કટકો આદુ
- એક ટીસ્પૂન તલ
- એક ટીસ્પૂન ખસખસ
- એક ટીસ્પૂન ગરમ મસાલો
- એક ટીસ્પૂન શેકેલી મેથીનો કરકરો ભૂકો
- એક ઝૂડી લીલા ધાણા
- મીઠું
- મરચું
- હળદર
- ખાંડ
- તેલ
- રાઈ
- હિંગ 
 
રીત
 
મગની દાળને રાત્રે પાણીમાં પલાળી સવારે વાટી લેવી. થૂલામાં તેલનું મોણ નાંખી, બંનેને ભેગાં કરી તેમાં મીઠું, હળદર, ખાંડ, લીંબુનો રસ, વાટેલાં આદુ-મરચાં, તલ, ખસસ, ગરમ મસાલો, વાટેલું લસણ અને મેથીનો ભૂકો નાંખી સાધારણ કઠણ લોટ બાંધવો. હથેળીમાં તેલ લગાડી ગોળ બોન્ડા કરવા. પછી વરાળથી બાફી લેવા. બફાઈ જાય એટલે ઉતારી, ઠંડા પડે એટલે તેલમાં રાઈ-હિંગનો વઘાર કરી, વઘારવા. રતાશ પડતા થાય એટલે ઉતારી, લીલા ધાણા અને કોપરાનું ખમણ ભભરાવી થોડી મરચાંની ભૂકી છાંટવી, વઘારવાને બદલે તવા ઉપર તળી પણ શકાય છે.
 
ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ અન્ય વાનગીઓની રેસિપિ...
 
(Quick Recipes Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Recipes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 5 special quick recipe for best family Time during IPL
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended