Home »Recipes »International Recipes» Try 5 Testy And Healthy Recipe Of Green Tomato

નહીં બનાવ્યા હોય લીલાં ટામેટાંના સાલ્સા, ફજિતા અને કઢી, કરો આજે જ ટ્રાય

divyabhaskar.com | Apr 19, 2017, 08:00 AM IST

 
રેસિપિ ડેસ્ક, અમદાવાદઃઅત્યારે બજારમાં લીલાં શાક જોઈએ તેવાં નથી મળતાં. મળે છે એ ભાવતાં નથી અને કેરીની સિઝન હજી બરાબર આવી નથી કે, રોજ-રોજ રસ પણ ભાવે. જોકે કાચાં ટામેટાં સહેલાઇથી મળી રહે છે. કાચાં ટામેટાંમાં વિટામિન સી ભરપૂર હોય છે, એટલે તેનાથી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. જનરલી ગુજરાતી ઘરોમાં લીલાં ટામેટાંનું ગોળવાળું રસાવાળું શાક તો બનતું જ હોય છે અને તે બધાંને ભાવતું પણ હોય છે. આજે અમે તમારા માટે લાવ્યા છીએ લીલાં ટામેટાંનું શાક, કઢી અને ગ્રીન સાલ્સા જેવી અવનવી વાનગીઓની રેસિપિ.

ગ્રીન સાલ્સા
 
સામગ્રી
 
-3 લીલા ટામેટાં
-1 ડુંગળી સમારેલી
-4થી 5 લીલા મરચાં સમારેલા
-2 ટીસ્પૂન સફેદ વિનેગર
-મીઠું સ્વાદાનુસાર
 
રીત
 
સૌપ્રથમ લીલા ટામેટાંના બરાબર કટ કરી લો. ત્યાર બાદ એક મોટા મિક્સિંગ બાઉલમાં લીલા ટામેટાં, ડુંગળી, લીલા મરચાં અને અડધો ટી કપ પાણી ઉમેરીને બરાબર મિક્સ કરી લો. ત્યાર બાદ તેને ધીમા તાપે ચઢવા દો. બરાબર ચઢી જાય એટલે તેને ગેસ પરથી ઉતારી લો. તેને ઠંડું થવા દો. હવે તેને નિતારીને બ્લેન્ડરથી બ્લેન્ડ કરી લો. હવે તેમાં વિનેગર અને મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરી લો.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ ગ્રીન ટામેટાંમાંથી બનતી અન્ય વાનગીઓની રેસિપિ...
(International Recipes Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Recipes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Try 5 Testy and Healthy recipe of Green Tomato
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended