Home »Recipes »International Recipes» 5 Quick Recipe Of International Dishes With Deshi Touch

ફટાફટ બની જશે દેશી તડકાવાળી વિદેશી વાનગીઓ, નહીં ખાધી હોય પહેલાં

divyabhaskar.com | Apr 18, 2017, 00:05 AM IST

 
રેસિપિ ડેસ્ક, અમદાવાદ:આજે અમે તમારા માટે મેનુમાં લાવ્યા છીએ 5 વિદેશી વાનગીઓની રેસિપિ. ઘણાલોકોને વિદેશી ટેસ્ટ ભાવતો નથી, તો તેમણે જરા પણ ચિંતા ના કરવી. અમે આ વિદેશી વાનગીઓમાં આપ્યો છે દેશી તડકાનો ટચ. આપણા રોજિંદા મેનૂમાં સૌથી વધારે ચાઈનીઝ પછી થોડું ઘણું મેક્સિકન, થાઈ કે કોન્ટિનેટલ ફૂડ સમાવેશ થાય છે, અમે પણ આજે આ જ પ્રમાણેનું મેનુ લાવ્યા છીએ તમારા માટે, જે ચોક્કસથી ગમશે બધાને. સૌથી મહત્વની વાત તો એ છે કે, આ વાનગીઓ બની પણ જશે ફટાફટ એટલે ગૃહિણીઓને રસોડામાંથી છૂટ્ટી પણ જલદી મળી જશે. 
 
ચીઝી બેક્ડ પાસ્તા-
 
સામગ્રી-

-2 કપ મેકરોની
-2 ટેબલ સ્પૂન મેંદો
-3 ટેબલ સ્પૂન માખણ
-3 કપ દૂધ
-1 કપ ચીઝ
-1/2 કપ મકાઈ
-1/2 કપ વટાણા
-1/2 કપ બ્રોકલી
 
રીત-

સૌપ્રથમ એક મોટા બાઉલમાં માખણ, મેંદો, દૂધ અને ચીઝને બરાબર મિક્સ કરીને ચીઝ સોસ તૈયાર કરી લો. ત્યારબાદ પાસ્તાને ઉકાળી લો. તૈયાર કરેલા ચીઝી સોસને પાસ્તાની ઉપર સ્પ્રેડ કરી દો. ત્યારબાદ તેના પર બધી જ કટ કરેલી શાકભાજી સ્પ્રેડ કરી લો. છેલ્લે મીઠું અને મરી પાવડર નાખીને ઓવનમાં 20 મિનિટ માટે બેક કરી લો. ત્યારબાદ ગરમા-ગરમ સર્વ કરો. 

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ અન્ય વાનગીઓની રેસિપિ...
(International Recipes Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Recipes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 5 quick recipe of International dishes with deshi touch
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended