Home »Recipes »Indian Recipes» Various Types Of Stuffed Paratha Which Can Be Easily Made In Home

દરરોજ પરાઠા કે ભાખરી ખાવી નથી પસંદ? તો ટ્રાય કરો આ 8 સ્ટફ્ડ પરાઠા!

divyabhaskar.com | Mar 17, 2017, 15:19 PM IST

 
રેસિપિ ડેસ્ક, અમદાવાદઃ આપણે ત્યાં ઘરમાં મોટાભાગે રાતના ડિનરમાં ખીચડીની સાથે પરાઠા કે ભાખરી તો હોય જ છે. પરંતુ કાયમ એકને એક પ્લેન પરાઠા ખાવા પસંદ નથી આવતા તેથી આજે અમે તમારા માટે પરાઠાની અવનવી વેરાઇટી લઈને આવ્યાં છીએ જે તમારા પરિવારને ખૂબ જ પસંદ આવશે. તો આજે જ ટ્રાય કરો આ વિવિધ પ્રકારના સ્ટફડ પરાઠા...
ટુ ઇન વન પરાઠા
 
સામગ્રી
 
-બે કપ ઘઉંનો લોટ  
-બે ટેબલસ્પૂન મોળું દહીં 
-બેથી ત્રણ ટેબલસ્પૂન તેલ 
-અડધી ટીસ્પૂન જીરું પાઉડર 
 -મીઠું પ્રમાણસર
 
પૂરણની સામગ્રી
-એક કપ ગાજરનું છીણ
-એક ટીસ્પૂન લાલ મરચું 
-અડધી ટીસ્પૂન છીણેલું આદું 
-એક ટીસ્પૂન લીંબુનો રસ 
-એક ટીસ્પૂન ખાંડ 
-એક ટેબલસ્પૂન તેલ 
-લીલા ધાણા 
-અડધી ટીસ્પૂન જીરું
-એક તમાલપત્ર
-હિંગ એક ચપટી
-મીઠું જરૂર મુજબ
 
પૂરણની સામગ્રી-2
-એક કપ લીલા ચણાનો ભૂકો  
-બેથી ત્રણ લીલા મરચાં
-એક ટુકડો આદું 
-એક ટીસ્પૂન લીંબુનો રસ 
-એક ટીસ્પૂન ખાંડ 
-એક ટેબલસ્પૂન તેલ 
-ચારથી પાંચ લીમડાના પાન
-હિંગ એક ચપટી
-લીલા ધાણા જરૂર મુજબ
-મીઠું જરૂર મુજબ
-તેલ/ઘી  પરાઠા શેકવા માટે
 
રીત
 
ઘઉંના લોટમાં તેલદહીં, જીરું પાઉડરમીઠું અને જરૂર પૂરતું પાણી નાખીરોટલી જેવો લોટ બાંધી પાંચથી સાત મિનિટ ઢાંકીને મૂકો. એક કડાઈમાં તેલ ગરમ કરી, તેમાં હિંગજીરું અને તમાલપત્રનો વઘાર કરવો. પછી તેમાં આદું નાખી બે મિનિટ સાંતળવું. હવે તેમાં ગાજરની છીણ અને મીઠું નાખીધીમા તાપે છીણને ચડવા મૂકી દો. ગાજરની છીણ ચડી જાય એટલે તેમાં મરચુંલીલા ધાણાખાંડ અને  લીંબુનો રસ નાખી સરખી રીતે મિક્સ કરી બેથી ત્રણ મિનિટ રાખી ગેસ પરથી ઉતારી ઠંડુ કરવા મૂકી દો. હવે બીજા એક વાસણમાં તેલ ગરમ કરીતેમાં હિંગ અને લીમડાના પાનનો વઘાર કરવો. પછી આદું-મરચાંને ઝીણા વાટી તેમાં નાખી બેથી ત્રણ મિનિટ સાંતળવું. હવે તેમાં ચણાનો ભૂકો અને મીઠું નાખી ધીમા તાપે ચડવા મૂકી દો. (જરૂર લાગે તો તેમાં થોડું પાણી છાંટવું) ચણા બરાબર ચડી જાય એટલે તેમાં લીલા ધાણાખાંડ અને  લીંબુનો રસ નાખી સરખી રીતે મિક્સ કરી બેથી ત્રણ મિનિટ રાખીગેસ પરથી ઉતારી ઠંડુ કરવા મૂકી દો. પછી એક સરખા માપની રોટલી વણી લેવી. એક પરાઠામાં ત્રણ રોટલીની જરૂર પડશે. હવે એક રોટલી મૂકી તેના ઉપર ગાજરનું પૂરણ પાથરવુંપછી તેના ઉપર બીજી રોટલી મૂકીબરાબર દબાવી દેવી. હવે તેના ઉપર ચણાનું પૂરણ પાથરવુંપછી તેના ઉપર ત્રીજી રોટલી મૂકી ફરીથી બરાબર દબાવી દેવી. પછી તવી પર તેલ/ઘી નાખી પરાઠા બદામી રંગના શેકી લેવા. આમ લાલ અને લીલા બે રંગના મિક્સ પરાઠા તૈયાર થશે. હવે ગરમાગરમ પરાઠા ચટણી કે દહીં સાથે પીરસો. 
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો વિવિધ પ્રકારના અન્ય પરાઠા...
(Indian Recipes Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Recipes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: various types of stuffed paratha which can be easily made in home
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended