Home »Recipes »Diet NRI Recipes» Try These Various Rajma Recipe At Home

ચરબીના થર દૂર કરશે આ 6 અવનવી વાનગીઓ, એકવાર ચોક્કસ કરો ટ્રાય!

divyabhaskar.com | Mar 15, 2017, 00:10 AM IST

 
રેસિપિ ડેસ્ક,અમદાવાદઃ કિડની બીન્સ જે સામાન્ય રીતે રાજમા તરીકે ઓળખાય છે. રાજમાનું સેવન અનેક રીત ગુણકારી છે. જેમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, આયર્ન અને પ્રોટીન ભરપૂર પ્રમાણમાં હોય છે. રાજમા સ્વાદિષ્ટ શાકની સાથે તંદુરસ્તીનો ખજાનો છે. દિલ અને મગજને તંદુરસ્ત રાખવુ હોય તો સપ્તાહમાં એક કે બેવાર રાજમાનુ સેવન કરવું જોઈએ. રોજ એક મુઠ્ઠી રાજમાં ખાવામાં આવે તો વજન પણ ધીરે ધીરે ઘટે છે. એટલે જ આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ રાજમાની અવનવી વાનગીઓ જે સ્વાદની સાથે સ્વાસ્થ્ય માટે પણ ઉત્તમ છે, તો ચાલો નોંધી લો રેસિપિ...
પંજાબી રાજમા મસાલા
 
સામગ્રી

- અઢી સો ગ્રામ રાજમા
- એક ટીસ્પૂન મીઠું
- એક ટીસ્પૂન જીરું
- ત્રણ ટેબલસ્પૂન પીસેલી ડુંગળી
- એક ટીસ્પૂન આદું-લસણની પેસ્ટ
- એક ટેબલસ્પૂન દહીં
- બે ટેબલસ્પૂન ટોમેટો પ્યુરી
- બે ટીસ્પૂન સૂકા ધાણાનો પાઉડર
- એક ટીસ્પૂન મેથીના દાણા
- અડધી ટીસ્પૂન હળદર
- એક ટીસ્પૂન લાલ મરચાંનો પાઉડર
- દોઢ ટેબલસ્પૂન વેજિટેબલ ઓઈલ
- જરૂર મુજબ પાણી
- એક ટેબલસ્પૂન સમારેલી કોથમીર
 
રીત
 
પાણીમાં રાજમા અને મીઠું ઉમેરો. તેને પ્રેશર કુકરમાં લગભગ 20 મિનિટ સુધી બાફો. તે દરમિયાન બીજા પૅનમાં વેજિટેબલ ઓઈલ ગરમ કરો અને તેમાં જીરું ઉમેરો. હવે તેમાં ડુંગળીની પેસ્ટ ઉમેરો. તે લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળો. તેમાં આદું-લસણની પેસ્ટ પણ ઉમેરો અને બરાબર હલાવો. ત્યારબાદ તેમાં દહીં ઉમેરો અને તે બ્રાઉન રંગનુ થાય ત્યા સુધી હલાવો. ટોમેટો પ્યુરી ઉમેરીને હલાવો. ધાણાનો પાઉડર, મેથી, હળદર પાઉડર અને લાલ મરચાંનો પાઉડર ઉમેરીને તેને પાકવા દો જ્યાં સુધી તેમાંથી તેલ છૂટું ન પડે. હવે તેમાં બાફેલા રાજમાં ઉમેરો. એક સીટી થાય ત્યાં સુધી તેને ચડવા દો અને પછી ગેસ પરથી ઉતારી લો. કોથમીરથી ગાર્નિશ કરીને રાઈસ સાથે સર્વ કરો.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો રાજમાની અન્ય સ્વાદિષ્ટ વાનગીઓ...
(Diet NRI Recipes Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Recipes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: try these various rajma recipe at home
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended