Home »Recipes »Indian Recipes» Try These Rajasthani Recipes At Your Home

ઘરે માણો રંગીલા રાજસ્થાનની શાહી વાનગીઓનો સ્વાદ, ખૂબ જ સરળ છે રેસિપિ!

divyabhaskar.com | Mar 15, 2017, 06:00 AM IST

 
રેસિપિ ડેસ્ક,અમદાવાદઃરોજ રોજ શું ખાવું દરેક ગૃહિણીઓ તેની મથામણમાં હોય છે. રોજ સવારે ઉઠીને પરિવારમાં કયા સભ્યોને શું ભાવશે કે શું ખાવાની ઈચ્છા છે તે ચિંતા દરેક ગૃહિણીને સતાવે છે, તો હવે છોડો તમારી આ ચિંતા, આજે અહીં એવી વાનગીઓ આપવામાં આવી છે જે છે દેશી પણ ખાવા બેસો તો બોસ પેટ ભરીને ખવાઈ જાય અને જો ડાયટિંગ પર હો તો ડાયટ મેનુ એકબાજુ રહી જાય. તો ચાલો આજે રાજસ્થાની વાનગીઓના સંગમ સમા ટેસ્ટી ફૂડની મજા માણીએ.
 
રાજસ્થાની મજેદાર ટિક્કી
 
સામગ્રી
 
- 100 ગ્રામ બાફીને છૂંદો કરેલા બટાકાં
- 10 ગ્રામ આરારૂટ
- તેલ જરૂર પ્રમાણે
 
સ્ટફિંગ માટે
- 1/2  વાટકી લીલા વટાણા
- 10 ગ્રામ પનીર
- 1/2  ચમચી જીરું
- 1 ચપટી હળદર
- 1/2  ચમચી મરચું
- 1/2  ચમચી ગરમ મસાલો
- મીઠું સ્વાદાનુસાર
 
રીત
 
બાફેલા બટાકાનાં છૂંદામાં આરાલોટને સારી રીતે મિકસ કરો. ત્યાર બાદ તેમાંથી એકસરખા ગોળા વાળો. હવે સ્ટફિંગ માટેની બધી સામગ્રી મિકસ કરીને એક તરફ રહેવા દો. બટાકાનાં ગોળાને હથેળીથી ફેલાવી તેની વચમાં સ્ટફિંગ કરી ફરી ગોળો વાળી સહેજ દબાવીને ચપટા કરો. એક પેનમાં તેલ ગરમ કરી તેમાં આ ટીકીને તેલ મૂકી આછા બ્રાઉન રંગની સાંતળી લો. ક્રિસ્પી થાય એટલે એબ્સોર્બન્ટ પેપર પર કાઢી ટોમેટો કેચઅપ સાથે ગરમાગરમ જ ખાવાની મજા લૂંટો.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને માણો અન્ય રાજસ્થાની વાનગીઓનો સ્વાદ...
(Indian Recipes Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Recipes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: try these rajasthani recipes at your home
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended