Home »Recipes »Indian Recipes» Try These 8 Best Recipes Of North India

સાંજની મજા વધારશે આ 8 નોર્થ ઈન્ડિયન સ્નેક્સ, અત્યારે જ નોંધી લો રેસિપિ!

divyabhaskar.com | Mar 14, 2017, 16:23 PM IST

 
રેસિપિ ડેસ્ક, અમદાવાદઃ આજે અમે તમારા માટે ચટાકેદાર નોર્થ ઈન્ડિયન સ્નેક્સની રેસિપિ લઈને આવ્યા છીએ. સામાન્ય રીતે નોર્થ ઈન્ડિયન આલુ ટિક્કી અને ચાટ ખૂબ જ પ્રખ્યાત છે. પણ એવા ઘણા બધા સ્નેક્સ છે જે આપણે હજુ સુધી ચાખ્યા નથી. આજે અમે તમારા માટે એવા જ ચટપટા સ્નેક્સની રેસિપિ લઈને આવ્યા છીએ. જેને જોતા જ તમારા મોંમાંથી પાણી છૂટી જશે અને એકવાર ચાખશો તો ચાખતા જ રહી જશો. સાંજના સમયે ક્યારેક આવા ચટપટા સ્નેક્સની લિજ્જત માણવાની મજા જ કંઈક અલગ હોય છે. બસ તો અત્યારે જ નોંધી લો ચટપટા સ્નેક્સની રેસિપિ અને ત્યાર બાદ ટ્રાય કરો તમારા રસોડે.
 
 
બીટ કોબીજ કટલેટ
 
સામગ્રી
 
- એક કપ બીટ છીણેલું
- બે કપ કોબીજ છીણેલી
- ચાર લીલા મરચાં
- એક ઝૂડી કોથમીર
- બે ડાળખી મીઠો લીમડો
- પા કપ કોર્નફ્લોર
- ત્રણ ટીસ્પૂન લાલ મરચું પાઉડર
- મીઠું સ્વાદાનુસાર
- તેલ જરૂર મુજબ
 
રીત
 
સૌપ્રથમ લીલા મરચાંને ઝીણા સમારી લો. કોથમીરને ધોઈને તેને પણ સમારી લો. મીઠાં લીમડાના પાનને પણ સમારી લો. હવે એક મોટા મિક્ષિંગ બાઉલમાં બીટ, કોબી, લીલા મરચાં, કોથમીર, મીઠો લીમડો, લાલ મરચું પાઉડર, મીઠું અને છેલ્લે કોર્નફ્લોર ઉમેરીને બરાબર મિક્સ કરી લો. તૈયાર થયેલી કણકમાંથી નાની-નાની ટિક્કી તૈયાર કરો. હવે એક નોનસ્ટિક કડાઈમાં તેલ ગરમ કરો. ગરમ થાય એટલે તેમાં તૈયાર કરેલી ટિક્કીને તેલ લગાવીને બંને બાજુથી શેલો ફ્રાય કરીને લાઈટ બ્રાઉન રંગની થાય એ રીતે શેકી લો. જો તમે ઈચ્છો તો ડિપ ફ્રાય પણ કરી શકો છો. તૈયાર થયેલી ટિક્કીને ગરમા-ગરમ સોસ સાથે સર્વ કરો.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો નોર્થ ઇન્ડિયાના અન્ય સ્નેક્સ વિશે...
(Indian Recipes Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Recipes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: try these 8 best recipes of north India
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended