Home »Recipes »Indian Recipes» Try These 5 Cheesy Recipes At Home

ચા-કોફી સાથે માણો આ 5 ચીઝી સ્નેક્સની મજા, જોતા જ આવી જશે મોમાં પાણી!

divyabhaskar.com | Mar 17, 2017, 06:00 AM IST

 
રેસિપિ ડેસ્ક, અમદાવાદઃ ચીઝનું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય. કોઈપણ વાનગીમાં ચીઝ ભળે એટલે તેનો સ્વાદ જાણે જીભને રેશમી અહેસાસ અપાવે છે. હવે તો દરેક વાનગી પર ચીઝ ભભરાવાનો જાણે કે ટ્રેન્ડ થઈ ગયો છે. એવામાં જો કોઈ ચીઝી અને ચટપટી વાનગી સર્વ કરે તો તો મજ્જા પડી જાય. આથી જ અમે તમારા માટે ખાસ ચીઝી સ્નેક્સની રેસિપિ લઈને આવ્યા છીએ. તો રાહ શેની જોવાની આજે જ ટ્રાય કરો આ ચીઝી સ્નેક્સ પણ પહેલા નોંધી લો તેની રેસિપિ...
 
ચીઝી પોટેટો બોલ્સ
 
સામગ્રી
 
-1 કપ છીણેલું પ્રોસેસ્ડ ચીઝ
-1 કપ બાફીને છુંદેલા બટેટા
-1 ચમચો સમારેલા લીલા મરચાં
-1/4 કપ સમારેલી ડુંગળી
-1/4 કપ કોબીજનું છીણ
-મીઠું સ્વાદ મુજબ
-1/2 કપ મેંદો
-બ્રેડ ક્રમ્સ
-તળવા માટે તેલ
 
રીત
 
એક બાઉલમાં મેંદો અને 3/4 કપ પાણી મિક્સ કરીને ખીરું તૈયાર કરી લો. બીજા એક બાઉલમાં ચીઝ, બાફેલા બટેટાનો છુંદો, લીલા મરચાં, ડુંગળી, કોબીજ અને મીઠું મિક્સ કરી લો. વેજિટેબલ્સના આ મિશ્રણમાંથી ગોળા બનાવી લો. આ ગોળાને મેંદાના ખીરામાં ડુબાવીને કાઢી લો. હવે તેને બ્રેડક્રમ્સમાં રગદોળી લો. તેને થોડીવાર રહેવા દો પછી તેને તેલમાં ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો. તૈયાર છે પોટેટો ચીઝ બોલ્સ.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો આવી જ કેટલીક અન્ય ચીઝી વાનગીઓ...
(Indian Recipes Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Recipes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: try these 5 cheesy recipes at home
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended