Home »Recipes »Indian Recipes» Try Methi Recipe Full Of Protein And Iron For Diabetic Patients

ડાયાબિટિસ માટે બેસ્ટ છે આયત્ન-પ્રોટિનથી ભરપૂર આ 5 વાનગીઓ

divyabhaskar.com | Apr 16, 2017, 00:05 AM IST

 
રેસિપિ ડેસ્ક, અમદાવાદ: માર્કેટમાં હજી મેથી તો મળે જ છે. તાજી મેથી નાનાં-મોટાં બધાં માટે સ્વાસ્થ્ય માટે બેસ્ટ રહે છે. મેથીમાં પ્રોટીન અને આયર્ન બંન્ને ભરપૂર હોય છે એટલે ડાયાબિટિસના દર્દીઓ માટે સૌથી બેસ્ટ રહે છે. જોકે મેથી કડવી હોય છે એટલે ઘણા લોકોનાં મોં નામ સાંભળતાં પણ બગડી જાય છે. એટલે જ અમે મેથીની 5 ચટાકેદાર વાનગીઓની રેસિપિ લાવ્યા છીએ અહીં, જેથી જેમને મેથી નહીં ભાવતી હોય તે પણ ખાશે આંગળાં ચાટી-ચાટી.
 
મેથી ફોલ્ડ્સ
 
સામગ્રી
 
- અઢીસો ગ્રામ મેંદો
- પચાસ ગ્રામ સૂજી
- અઢીસો ગ્રામ બારીક સુધારેલી મેથી
- સિત્તેર ગ્રામ તેલ કે ઘી મોણ માટે
- તળવા માટે તેલ
- એક ચમચી પીસેલા મરી
- મીઠું સ્વાદ અનુસાર
 
રીત
 
મેંદો, સૂજી, મેથી, મીઠું, મોણનું તેલમિક્સ કરો અને સાથે તેનો મેંદાની પૂરીનો લોટ બાંધો. તેને થોડી વાર ઢાંકીને રહેવા દો. તૈયાર મેંદાના લોટની નાની નાની પૂરી બનાવો અને સાથે જ તેને બે વાર ફોલ્ડ કરીને ત્રિકોણાકારમાં વણો. કડાઇમાં તેલ ગરમ કરો અને સાથે તેને ધામી આંચ પર સોનેરી થાય ત્યાં સુધી તેને તળો. ગરમ કે ઠંડી સર્વ કરો. આ પૂરી નાસ્તામાં પણ સારી લાગે છે.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને મેથીની અન્ય વાનગીઓની રેસિપિ... 
(Indian Recipes Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Recipes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Try methi recipe full of protein and Iron for diabetic patients
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended