Home »Recipes »Indian Recipes» Try 7 Delicious Dishes Of Maggie At Home

આંખમાં ચમક અને મોંમાં પાણી આવી જશે, ઘરે જ બનાવો મેગીની 7 વાનગીઓ

divyabhaskar.com | Apr 20, 2017, 15:14 PM IST

 
રેસિપિ ડેસ્ક, અમદાવાદ:મેગીનું નામ આવતાં જ નાનાં-મોટાં બધાંના મોંમાં પાણી આવી જ જાય. એટલે જ અમે આજે ખાસ તમારા માટે લાવ્યા છીએ મેગીમાંથી બનતી રેસ્ટોરાં સ્ટાઇલ 7 અવનવી-ચટપટી વાનગીઓની રેસિપિ. રોજના મેનૂમાં ચેન્જ તો આવશે જ સાથે-સાથે પરિવારમાં બધાં ખુશ પણ થઈ જશે.
 
મેગી મસાલા ઢોંસા
 
સામગ્રી 
 
- ત્રણ કપ ચોખા
- બે કપ અડદની દાળ
- એક ટીસ્પૂન મેથી
- મીઠું સ્વાદ અનુસાર
 
સ્ટફિંગ માટે
 
- એક કપ ઝીણા સમારેલા ગાજર, વટાણા અને કેપ્સીકમ
- બે કપ બાફેલી મેગી
- ત્રણ ઝીણા સમારેલા મરચા
- એક ટીસ્પૂન હળદર
- ત્રણ ટીસ્પૂન બટર
- ચપટી હિંગ
- લીલા ધાણા
- મીઠું
 
રીત 
 
અડદની દાળ, મેથી અને ચોખાને સવારે જુદા-જુદા પાણીમાં પલાળી રાખવા. રાત્રે ચોખામાંથી પાણી નિતારી કરકરા વાટવા. દાળ અને મેથીમાંથી પાણી નિતારી ખુબ ઝીણી વાટવી. બંને વસ્તુ ભેગી કરી, તેમાં મીઠું નાંખી, દસ-બાર કલાક આથી રાખવું. ગાજર અને વટાણા બાફી લેવા. એક કડાઈમાં બટર ગરમ કરી, તેમાં હિંગ, લીલા મરચા અને કેપ્સીકમ નાંખી ૨-૩ મિનિટ સાંતળવા. પછી તેમાં વટાણા, ગાજર, હળદર અને મીઠું નાંખી મિક્સ કરવું. ત્યાર બાદ તેમાં મેગીનો મસાલો અને બાફેલી મેગી નાંખી, મિક્સ કરી, થોડીવાર ગેસ પર રાખી ઉતારી લેવું. પછી તેમાં લીલા ધાણા નાંખી, સ્ટફિંગ તૈયાર કરવું. હવે ખીરામાં જરૂર પ્રમાણે પાણી નાંખી, થોડું પાતળું ખીરું બનાવવું. પછી નોનસ્ટીક તવા પર તેલ લગાડી, ચમચાથી ગોળ-ગોળ ફેરવીને ખીરું પાથરવું. આજુબાજુ ફરતું તેલ નાંખવું અને ધીમા તાપે ઢોસાને શેકવો. ઢોસો શેકાઈ જાય એટલે તેની પર થોડો મેગીનો મસાલો અને બટર નાખી, આખા ઢોસા પર ફેલાવી, તેના ઉપર સ્ટફિંગ મૂકી, રોલ વાળવો. ગરમાગરમ ઢોસાને સાંભાર અને ચટણી સાથે પીરસવો.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સપર અને જુઓ મેગીની અન્ય ચટપટી વાનગીઓની રેસિપિ....
(Indian Recipes Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Recipes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Try 7 Delicious dishes of maggie at home
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended