Home »Recipes »Indian Recipes» Try 5 Types Of Balls At Home

બાળકો સાથે મોટાં પણ ખાશે આંગળાં ચાટી-ચાટી, બનાવો 5 પ્રકારના બોલ્સ

divyabhaskar.com | Apr 20, 2017, 00:05 AM IST

 
રેસિપિ ડેસ્ક, અમદાવાદ: આજે અમે તમારી માટે પાંચ પ્રકારના સ્વાદિષ્ટ બોલની રેસિપી લઈને આવ્યા છીએ. જેમાં ચીઝ બોલ, પનીર બોલ, પૌંઆ બોલ, પોટેટો બોલ અને ચોકલેટ બોલ જેવી વાનગી સામેલ કરવામાં આવી છે. આજકાલ વિવિધ બોલ્સનું ચલણ બહુ વધ્યું છે. બહાર ક્યાંક પ્રસંગમાં જઈએ તો જમણવારમાં ચીઝ બોલ કે પનીર બોલ સ્ટાર્ટર તરીકે અચૂક મળી રહે છે. દરરોજ તો પ્રસંગમાં જવાનું ના હોય કે, વારેઘડીયે રેસ્ટોરૉંમાં જઈને પણ ખાવા પોસાય નહીં. અને બહારનું ખાવું સ્વાસ્થ્ય માટે પણ સારું તો ના જ કહેવાય. એટલા માટે જ આજે અમે 5 જાતના વિવિધ બોલ્સની રેસિપી તમારી માટે લાવ્યા છીએ. જે તમને ઘરે જ આપશે સ્વાદ સાથે વિવિધતા અને સારું સ્વાસ્થ્ય પણ. બસ તો આજે જ નોંધી લો રેસિપી. 
 
પનીર બોલ-
 
સામગ્રી-
 
-200 ગ્રામ છીણેલું પનીર 
-2 ટેબલ સ્પૂન મેંદો
-4 ટેબલ સ્પૂન કોર્નફલોર
-1 ટેબલ સ્પૂન આદું-લસણની પેસ્ટ 
-1 ટી સ્પૂન સોયા સોસ 
-મીઠું સ્વાદાનુસાર
 
ગ્રેવી માટે-

-2 ટેબલ સ્પૂન લીલી ડુંગળી કાપેલી
-1/4 કપ કાપેલું કેપ્સીકમ  
-1 નાની ડુંગળી ઝીણી કાપેલી
-1 ટી સ્પૂન રેડ ચીલી સોસ
-2 ટેબલ સ્પૂન આદું-લસણ ઝીણું કાપેલું
-1 ટેબલ સ્પૂન કાપેલા લીલા મરચાં
-2 ટેબલ સ્પૂન સોયા સોસ
-1 ટેબલ સ્પૂન કોર્નફલોર
-2 ટેબલ સ્પૂન ટોમેટો કેચઅપ
-1 ટેબલ સ્પૂન છીણેલું પનીર  
-મીઠું સ્વાદાનુસાર
-તેલ જરૂર પ્રમાણે
 
રીત-
 
સૌપ્રથમ એક વાસણમાં મેંદો, કોર્નફલોર, આદું-લસણની પેસ્ટ, એક ચમચી સોયા સોસ, પનીર, મીઠું અને પાણી નાંખી બોલ બને તેવું જાડું ખીરું બનાવવું. તેના નાના-નાના બોલ બનાવી, ગરમ તેલમાં તળી લેવા. હવે એક કડાઈમાં બે ચમચી તેલ ગરમ કરી, તેમાં લીલા મરચા, આદું, લસણ, ડુંગળી નાંખી બેથી ત્રણ મિનિટ ફાસ્ટ ગેસ પર સાંતળવું. પછી તેમાં લીલી ડુંગળી અને કેપ્સીકમ નાંખી બેથી ત્રણ મિનિટ ફાસ્ટ ગેસ પર સાંતળવું. ત્યાર બાદ તેમાં સોયા સોસ, ટોમેટો કેચઅપ, ચીલી સોસ અને અડધો કપ પાણીમાં કોર્નફલોર ઓગળી તેમાં નાંખી ઉકાળવું. પછી તેમાં મીઠું અને મનચ્યુંરીયન નાંખી, મિક્સ કરી, ડ્રાય થાય ત્યાં સુધી સાંતળવા. એક પ્લેટમાં મનચ્યુંરીયન મૂકી, તેના ઉપર લીલી ડુંગળી અથવા લીલુ લસણ અને છીણેલું પનીર  નાંખી, ગરમાગરમ પીરસવા.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ અવનવા બૉલ્સની રેસિપિ...
(Indian Recipes Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Recipes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Try 5 types of balls at home
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended