Home »Recipes »Indian Recipes» Try 5 Testy And Spicy Recipe Of Baby Potato

મોંમાં પાણી લાવી દેશે બેબી પોટેટોની આ 5 ઝાયકેદાર અને સરળ વાનગીઓ

divyabhaskar.com | Apr 16, 2017, 08:00 AM IST

 
રેસિપિ ડેસ્ક, અમદાવાદઃ અત્યારે માર્કેટમાં બેબી પોટેટો બહુ મળે છે અને બહુ સસ્તાં પણ હોય છે. સામાન્ય રીતે તમે બેબી પોટેટોમાંથી દમ આલૂ કે ભરેલા બટાટાનું શાક જ ખાધુ હશે. એટલે જ અમે તમને આ નાની-નાની બટાકીઓમાંથી કેટલીક અવનવી ચટાકેદાર, સરળ અને ઝટપટ બની જતી વાનગીઓની રેસિપિ લાવ્યા છીએ. એકવાર બનાવી જુઓ તમે પણ ઘરે, ઘરમાં ચોક્કસથી બધાં કહેશે વાહ-વાહ.

રોસ્ટેડ બેબી પોટેટોઝ
 
સામગ્રી
 
-12થી 15 નંગ નાનાં બટાકા(બેબી પોટેટો)
-1 કપ દહીં
-1/2 ટીસ્પૂન ગરમ મસાલા પાવડર
-1/2 ટીસ્પૂન આદું-લસણની પેસ્ટ
-1/2 ટીસ્પૂન લાલ મરચું પાઉડર 
-1/2 ટીસ્પૂન ધાણાં પાઉડર
-1 ટીસ્પૂન કસૂરી મેથીનાં પાન
-1 ટેબલસ્પૂન લીંબુનો રસ
-સંચળ સ્વાદાનુસાર
-તેલ જરૂર મુજબ
 
રીત
 
સૌપ્રથમ બેબી પોટેટોઝને સારી રીતે ધોઈ લો. એ વાત યાદ રાખવી કે તેની છાલ કાઢવાની નથી. હવે એક પેનમાં કે પ્રેશર કૂકરમાં તેને બાફી લો. કૂકરમાં બાફો તો એક કે બે સીટી વગાડી અધકચરા બાફી લો. કૂકર ઠંડુ થાય એટલે તેમાંથી બટાટાને કાઢીને તેને બે ભાગમાં કટ કરો. એક મોટા મિક્સિંગ બાઉલમાં દહીં લો. તેમાં તેલ સિવાયની બધી સામગ્રી ઉમેરો. કાપેલા બટાકાને એ મિશ્રણ લગાવો. એક કલાક સુધી ફ્રિજમાં ઢાંકીને મૂકી દો. હવે એક પેન કે ટ્રેને ગ્રીસ કરી કરી લો. તૈયાર કરેલા બટાટાને ઓવનમાં 180 ડિગ્રી સે.ગ્રે. પર 25થી 30 મિનિટ માટે બેક કરવા મૂકો. એના પર થોડો સંચળ પાઉડર, ચાટમસાલો ભભરાવો અને લીંબુનો રસ છાંટો. ફુદીનાની ચટણી કે રાઈતા સાથે ગરમા-ગરમ તંદૂરી આલુ સર્વ કરો. 

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ બેબી પોટેટોની ટેસ્ટી વાનગીઓની રેસિપિ...
(Indian Recipes Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Recipes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Try 5 Testy and spicy recipe of Baby Potato
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended