Home »Recipes »Indian Recipes» Recipe Of 8 Famous Dishes Of Agra

તાજમહેલની જેમ જ ફેમસ છે આગ્રાની આ 8 વાનગીઓ, માણો તમારા ઘરે જ

divyabhaskar.com | Apr 17, 2017, 00:05 AM IST

 
રેસિપિ ડેસ્ક, અમદાવાદ:ગુજરાતીઓ ખાવાના અને ફરવાના બહુ શોખીન. તમે ગમેત્યાં ફરવા જાઓ, તમને ગુજરાતી તો ભીટકાઇ જ જાય. ગુજરાતી ગમેત્યાં ફરવા જાય, ત્યાંની ફેમસ વાનગી ચાખ્યા કે ખાધા વગર આવે નહીં. આગ્રાનો તાજમહેલ જોવા તો તમારામાંથી ઘણા ગયા હશે અને ત્યાંની ફેમસ વાનગીઓ પણ ખાધી હશે. આજે અમે તમને આ વાનગીઓ ઘરે બનાવવા માટે જણાવી રહ્યા છીએ રેસિપિ. આગ્રાની ફેમસ આ 8 વાનગીઓ ઘરે જ માણી તમે પણ લઈ શકો છો ઘેરબેઠાં આગ્રા જઈ આવ્યાનો અહેસાસ.
 
દહીંભલ્લા-
 
સામગ્રી-
 
વડા માટે-

-2 કપ અડદની દાળ
-1 કપ મગની દાળ
-1 ચપટી હિંગ
-1 ટી સ્પૂન અધકચરું વાટેલું જીરુ
-1 કપ દહીં
-1/2ટેબલ સ્પૂન લીલા મરચાની પેસ્ટ 
-મીઠું સ્વાદાનુસાર
-તેલ તળવા માટે
 
દહીં માટે-

-1 કિલો દહીં
-200 ગ્રામ ખાંડ
-1/2 કપ ખજૂર-આમલીની મીઠી ચટણી
-2 ટેબલ સ્પૂન દાડમના દાણા
-1 ટેબલ સ્પૂન જીરુ, સંચળ, મરીનો મિક્સ પાવડર
-1 ટેબલ સ્પૂન લાલ મરચું
 
રીત- 
 
બન્ને દાળને ધોઈને અલગ અલગ પલાળો. છથી સાત કલાક પલાળ્યા પછી તેને મિક્સરમાં વાટી લો. ઘટ્ટ ખીરું બનાવો. હવે આ ખીરામાં એક ચમચો દહીં નાખીને એકથી દોઢ કલાક રહેવા દો. હવે તૈયાર થયેલા ખીરામાં હિંગ, લીલા મરચાંની પેસ્ટ, મીઠું અને અધકચરુ વાટેલું જીરુ ઉમેરીને સારી રીતે ભેળવી લો. હવે ગરમ તેલમાં તળી તેના વડા ઉતારો. બાજુમાં એક વાસણમાં પાણી ભરેલું રાખો. વડા તળાઈ જાય એટલે તેને પાણીમાં નાખતા જાઓ. ત્રીસથી ચાલીસ સેકન્ડ પાણીમાં ડૂબાડી રાખ્યા પછી એક પછી એક તેને દબાવીને પાણી નિતારી લો. અને બાઉલમાં મૂકો. બીજા એક વાસણમાં દહીં અને ખાંડ ભેળવી લો. અને તેને ઠંડું કરવા ત્રીસ મિનિટ સુધી ફ્રીજમાં મૂકો. પીરસતી વખતે એક પ્લેટમાં વડા પાથરો અને વડા ઢંકાઈ જાય તે રીતે તેના ઉપર દહીં રેડીને ફેલાવી લો. થોડી ખજૂર આમલીની ચટણી પણ નાખો. હવે તેની ઉપર જીરુ, સંચળ, મરીનો પાઉડર અને લાલ મરચાનો પાઉડર છાંટો. અને છેલ્લે દાડમના દાણા નાખીને પીરસો.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ આગ્રાની અન્ય ચટાકેદાર વાનગીઓની રેસિપિ...
(Indian Recipes Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Recipes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Recipe of 8 famous dishes of Agra
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended