Home »Recipes »Indian Recipes» Recipe Of 5 Testy, Healthy And Crispy Dishes

બ્રેકફાસ્ટ કે ડિનરમાં ટ્રાય કરો આ 5 ક્રિસ્પી અને ચટપટી વાનગીઓ

divyabhaskar.com | Apr 19, 2017, 16:28 PM IST

 
રેસિપિ ડેસ્ક, અમદાવાદ: સવારે નાસ્તો કરવો હોય કે, સાંજે હળવું ડિનર લેવું હોય તો, શું કરવું તેની ચિંતા ઘણીવાર થતી હોય છે. એટલે જ અમે તમારા માટે લાવ્યા છીએ 5 ગરમાગરમ અને ક્રિસ્પી વાનગીઓની રેસિપિ. જેમને સવારે હેલ્ધી નાસ્તો ગમતો હોય તેમના માટે બેસ્ટ ઓપ્શન્સ છે અહીં. તો હળવું પણ ચટપટું ડિનર કરવું હોય તો પણ બેસ્ટ છે. આજે જ ટ્રાય કરો તમારા રસોડામાં નવિનતાથી ભરપૂર અને સ્વાદમાં ચટાકેદાર 5 વાનગીઓની રેસિપિ...

સેન્ડવિચ ભજીયા-
 
સામગ્રી-
 
-4 નંગ મોટા બટાકા
-1/2 વાડકી મકાઈના દાણા
-1/2 વાડકી દૂધ
-1/2 વાડકી ચણાનો લોટ
-1/2 વાડકી ચોખાનો લોટ
-1/4 ચમચી હળદર
-1/4 ટીસ્પૂન લાલ મરચું
-1/2 ટીસ્પૂન આદું-મરચાંની પેસ્ટ
-1 ટેબલસ્પૂન સમારેલી કોથમીર
-1 ટીસ્પૂન લીંબુનો રસ
-1/2 ટીસ્પૂન ખાંડ
-મીઠું સ્વાદાનુસાર
-તેલ તળવા માટે 
 
રીત-
 
સૌપ્રથમ પ્રેશર કૂકરમાં બટાકાને ફક્ત ૨ વ્હિસલ મારીને બાફવા. છોલીને જાડી સ્લાઇસ કાપવી. મકાઈના દાણાને ક્રશ કરી દૂધ ઉમેરીને ચડાવવા. મીઠું, આદું-મરચાંની પેસ્ટ ઉમેરવી. લચકા પડતું મિશ્રણ થાય એટલે ઉતારી લઈ લીંબુનો રસ, ખાંડ તથા કોથમીર નાંખવાં. હલાવીને પૂરણ તૈયાર કરવું. ચણાનો તથા ચોખાનો લોટ ભેગો કરી, પાણી નાંખીને પાતળું ખીરું તૈયાર કરવું. મીઠું, હળદર તથા લાલ મરચું ઉમેરવું. બે બટાકાની સ્લાઇસ વચ્ચે મકાઈનું પૂરણ મૂકી સેન્ડવિચ બનાવવી. તેલ ગરમ કરવુ. સહેજ ધુમાડો નીકળે એટલે ચમચો તેલ ખીરામાં નાંખવું. બરાબર હલાવવું. દરેક સેન્ડવીચ ખીરામાં બોળી તેલમાં ગુલાબી તળવી. નિતારીને પેપર નેપ્કિન ઉપર મૂકવી.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ અન્ય વાનગીઓની રેસિપિ....
(Indian Recipes Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Recipes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Recipe of 5 Testy, Healthy and crispy dishes
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended