Home »Recipes »Indian Recipes» Recipe Of 5 Healthy, Testy And Delicious Dishes

થાળી સિવાય કઈંક અલગ ખાવું હોય તો, ટ્રાય કરો આ એકલ-દોકલ વાનગીઓ

divyabhaskar.com | Apr 18, 2017, 08:00 AM IST

 
રેસિપિ ડેસ્ક, અમદાવાદ: રોજ સાંજે શું બનાવવું એ ટેન્શન લગભગ બધી જ ગૃહિણીઓને સતાવતું જ હોય છે. એટલે જ આજે અમે લઈ આવ્યા છીએ રૂટિનથી થોડી અલગ, નાના-મોટા બધાને ભાવે તેવી ચટપટી અને હેલ્ધી 5 વાનગીઓની રેસિપિ. સાંજના મેનૂ માટે બેસ્ટ છે આ એકલ-દોકલ વાનગીઓ. આજે જ ટ્રાય કરો આમાંની કોઇ એક વાનગી અને બનાવી દો તમારી સાંજને ખાસ.

પાણી પૂરી    
 
પૂરી બનાવવા માટે
- બે વાટકી રવો
- પાણી

રીત
 
બે વાડકી રવામાં થોડુંક જ મીઠું નાંખી, કઠણ લોટ બાંધવો એક કપડાને પાણીમાં પલાળી, બરાબર નિચોવી, કણક ઉપર વીંટી કણકને તપેલીમાં મૂકી ઢાંકણ ઢાંકી છ કલાક રહેવા દેવી. પછી ખાંડી, મસળી તેમાંથી મોટો પાતળો રોટલો વણી, ડબ્બીના નાના ઢાંકણાથી પૂરીઓ કાપવી, ભીના ચાદરના કપડા ઉપર છૂટી પાથરવી. થોડી વાર પછી પેણીમાં વધારે તેલ મૂકી, સારું ગરમ થાય એટલે એક એક કરીને સાત-આઠ પૂરી મૂકવી. તેને સાધારણ દબાવી ફુલાવવી. બધી ફૂલી જાય પછી ફેરવવી. પૂરી કડક તળાય પછી કાઢી લેવી. 
પાણીપૂરીનું પાણી
 
સામગ્રી
 
- અડધી ઝૂડી ફુદીનાનાં પાન
- થોડા લીલા ધાણા
- દસ લીલાં મરચાં 
- આદુ નાખી મિક્સરમાં ઝીણી પેસ્ટ 
- ત્રણ કપ પાણી
- મીઠું
- સંચળ
- બે ચમચા પાણીપૂરીનો મસાલો  
ગળી ચટણી માટે
- સો ગ્રામ ખજૂર 
- પચાસ ગ્રામ આંબલી
આ બંનેને પલાળી, વાટી તેનું પાણી બનાવવું તેમાં થોડો ગોળ નાંખી, પાતળી ચટણી બનાવવી.
 
મસાલા માટે
 
- અઢીસો ગ્રામ બટાકા
- બસો ગ્રામ ચણા
- બસો ગ્રામ 
બંનેને બાફીને બન્ને ભેગા કરી, મીઠું, મરચું, મરીનો ભૂકો નાંખવો. તેમાં બુંદી તૈયાર રાખવો.
એક બાઉલમાં છ-સાત પૂરી મૂકી, તેને ફોડી, ઉપર બટાકા-ચણા મૂકવાં. તેના ઉપર પાણી અને ખજૂર-આંબલીની ચટણી નાંખવી. ઉપર બુંદી ભભરાવવી.

આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો આવી ખાસ અને યમ્મી રેસિપિ
(Indian Recipes Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Recipes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Recipe of 5 Healthy, Testy and delicious dishes
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended