Home »Recipes »Indian Recipes» Recipe Of 10 Types Of Testy And Healthy Kachori

બનાવો 10 મસાલેદાર ગરમા-ગરમ કચોરી, ઘરમાં બધાં થઈ જશે ખુશ-ખુશ

divyabhaskar.com | Apr 21, 2017, 00:05 AM IST

 
રેસિપિ ડેસ્ક, અમદાવાદ: ગુજરાતીઓ સ્વભાવે ખાવાના શોખીન હોય છે અને આ વાત તો આખી દુનિયા જાણે છે. જોકે વાત માત્ર ગુજરાત નહીં પણ આપણા દેશના લોકો જ ખાવાપીવાના શોખીન હોય છે. એટાલે જ તો આપણા દેશની સંખ્યાબંધ વાનગીઓ જગપ્રસિદ્ધ છે. દુનિયાના દેશોમાંથી અહીં ફરવા આવેલા લોકો પણ અહીંની વાનગીઓના દિવાના બને છે, તો પછી આપણને તો શોખ હોય તે સાવ નેચરલ બાબત છે. તમારા ખાવા પીવાના શોખ અને જીભના ચટાકાને સંતોષવા જ આજે અમે લાવ્યા છીએ 10 જાતની અવનવી ચટાકેદાર-મસાલેદાર કચોરીની રેસિપિ. તમે પણ બનાવો તમારા રસોડે, સુંગંધ માત્રથી આવી જશે સૌના મોંમાં પાણી.

પ્યાઝ કી કચોરી-
 
સામગ્રી-

 
પડ માટે-
-2 કપ મેંદો
-1/4 કપ ઘી પીગળેલું
-મીઠું સ્વાદાનુસાર
 
પૂરણ માટે-
-2 કપ ડુંગળી સમારેલી
-1 ટી સ્પૂન કલોંજી(કાળા તલ)
-2 ટી સ્પૂન વરિયાળી
-2 નંગ તમાલપત્ર
-11/2 ટી સ્પૂન લીલા મરચાં સમારેલાં
-2 ટેબલ સ્પૂન ચણાનો લોટ
-2 ટી સ્પૂન ધાણા પાવડર
-2 ટી સ્પૂન લાલ મરચું પાવડર
-1 ટી સ્પૂન ગરમ મસાલો
-3 ટેબલ સ્પૂન કોથમીર સમારેલી
-2 ટેબલ સ્પૂન તેલ
-મીઠું સ્વાદાનુસાર
-તેલ તળવા માટે
 
રીત-
 
સૌપ્રથમ પડ માટેની બધી જ સામગ્રી એક મોટા વાસણમાં બરાબર મિક્ષ કરી લો. ત્યાર બાદ જરૂર પૂરતું પાણી ઉમેરીને તેમાંથી નરમ કણક તૈયાર કરો. તૈયાર થયેલી કણકને પાંચથી સાત મિનિટ માટે ઢાંકીને મૂકી રાખો. ત્યાર બાદ તેમાંથી 12 સરખાં ભાગ કરીને તેને સુતરાઉ કપડાંથી ઢાંકીને મૂકો. હવે પૂરણ માટેની તૈયારી કરો. તેના માટે એક પેનમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં કલોંજી, વરિયાળી, તમાલપત્ર, લીલા મરચાં અને ડુંગળી નાખીને સાંતળો. ડુંગળી લાઈટ બ્રાઉન રંગની થાય ત્યાં સુધી સાંતળો. ત્યાર બાદ તેમાં ચણાનો લોટ, ધાણા પાવડર, મરચું પાવડર, ગરમ મસાલો અને મીઠું નાખીને બેથી ત્રણ મિનિટ માટે સાંતળો. હવે તેમાં સમારેલી કોથમીર નાખીને બરાબર મિક્ષ કરો. હવે આ તબક્કે પૂરણમાંથી તમાલપત્ર કાઢીને એકબાજુ મૂકી દો. હવે તૈયાર થયેલા પૂરણના મિશ્રણમાંથી પણ 12 સરખાં ભાગના ગોળા વાળી લો. હવે કચોરી બનાવવા માટે સૌપ્રથમ તૈયાર કરેલી કણકના જે લુઆ કર્યા છે તેમાંથી એક લુઓ લો. તેમાંથી જાડી પૂરી તૈયાર કરો. તૈયાર થયેલી પૂરીમાં એક પૂરણનો ગોળો મૂકી બરાબર સીલ કરીને બોલ બનાવી લો. હવે હથેળી અને આંગળીઓની મદદથી જ બોલમાંથી કચોરી તૈયાર કરો. આવી રીતે જ બધી જ કચોરી તૈયાર કરી લો. આ દરમિયાન તેલ ગરમ કરવા માટે મૂકી દો. તેલ ગરમ થાય એટલે તેમાં તૈયાર કરેલી કચોરીઓ લાઈટ બ્રાઉન રંગની થાય ત્યાં સુધી તળી લો. તૈયાર કચોરીને પેપર નેપકિન પર થોડી સેકન્ડ માટે મૂક્યા બાદ ગરમા-ગરમ જ ચટણી સાતે સર્વ કરો.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ અન્ય ચટાકેદાર-મસાલેદાર કચોરીની રેસિપિ....
(Indian Recipes Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Recipes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Recipe of 10 Types of testy and Healthy Kachori
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended