Home »Recipes »Indian Recipes» Punjabi Recipe Of 7 Makhani Dal And Shabji

મખની સ્પેશિયલ: ઘરે જ માણો પંજાબનાં ફેમસ અને સ્વાદિષ્ટ દાળ-શાક

divyabhaskar.com | Apr 19, 2017, 00:05 AM IST

 
 
રેસિપિ ડેસ્ક, અમદાવાદ:પંજાબમાં તો મખની શબ્દ ઘરે-ઘરે પ્રચલિત છે. દરેક દાળ કે શાક સાથે તેને જોડી દેવામાં આવે છે. મખની એ ટામેટાંમાંથી બનતી ગ્રેવી છે. આ ગ્રેવીને શાક કે દાળમાં અલગ-અલગ રીતે ઉમેરી સ્વાદ માણી શકાય છે. આજે મણ પણ લાવ્યા છીએ તમારા માટે મખની સ્પેશિયલ મેનૂ. જેમાં છે પનીર મખની, વેજિટેબલ મખની, દાલ મખની, સ્ટફ્ડ કરેલા ઇન મખની ગ્રેવી, લો કેલરી પનીર મખની, પોટેટો કોફ્તા ઈન મખની ગ્રેવી અને મુંગ મખની. ગુજરાતમાં પણ હવે તો ઘરે-ઘરે પંજાબી વાનગીઓ બનતી થઈ ગઈ છે, એટલે જ તમે પણ પતિ અને બાળકોને ખુશ કરી શકો છે આ મખની સ્પેશિયલ વાનગીઓ બનાવી.
 
 
 
 
પોટેટો કોફ્તા ઈન મખની ગ્રેવી
 
સામગ્રી
 
કોફ્તા માટે
 
-અડધો કપ બાફેલા બટાટા મેશ કરેલા
-બે ટીસ્પૂન દૂધ
-એક ટીસ્પૂન કોર્નફ્લોર
-એક ટીસ્પૂન લીલા મરચાં સમારેલા
-અડધો કપ ચીઝ છીણ
-મીઠું સ્વાદ અનુસાર
-તેલ તળવા માટે   
ડુંગળીની પેસ્ટ માટે
-એક કપ ડુંગળી સમારેલી
-બે ટીસ્પૂન કાજુ
-ત્રણ લસણની કળી
-બે ટીસ્પૂન સમારેલું આદુ
ગ્રેવી માટે

-બે ટીસ્પૂન તેલ
-એક ટીસ્પૂન લાલ મરચું પાવડર
-અડધી ટીસ્પૂન ગરમ મસાલો
-એક ટીસ્પૂન કસુરી મેથી
-બે કપ ટોમેટો પલ્પ
-પા કપ દૂધ
-પા કપ ફ્રેશ ક્રીમ
-એક ટીસ્પૂન મધ
-એક ચપટી ખાંડ
-મીઠું સ્વાદ અનુસાર
 
રીત
 
સૌપ્રથમ એક નોન સ્ટિક કડાઈમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં ડુંગળી નાખીને મધ્યમ તાપે એક કે બે મિનિટ માટે સાંતળો. ત્યાર બાદ તેમાં લાલ મરચું પાવડર, ગરમ મસાલો અને કસુરી મેથી નાખીને બરાબર મિક્સ કરીને ફરીથી બેથી ત્રણ મિનિટ ચઢવા દો. વચ્ચે-વચ્ચે હલાવતા રહો. ત્યાર બાદ તેમાં ટોમેટો પલ્પ અને મીઠું નાખીને બરાબર મિક્સ કરી લો. ફરીથી બેથી ત્રણ મિનિટ માટે ચઢવા દો. ત્યાર બાદ તેમાં દૂધ, ફ્રેશ ક્રીમ અને મધ ઉમેરીને બરાબર મિક્સ કરી લો. ધીમા તાપે દસેક મિનિટ માટે ચઢવા દો. વચ્ચે-વચ્ચે હલાવતા રહો. ત્યાર બાદ તેમાં ખાંડ નાખીને બરાબર મિક્સ કરીને એકાદ મિનિટ ચઢવા દો. પછી ગેસ બંધ કરી દો. તૈયાર છે સ્વાદિષ્ટ મખની ગ્રેવી. કોફ્તા માટેની બધી જ સામગ્રી એક મોટા બાઉલમાં બરાબર મિક્સ કરી લો. ત્યાર બાદ તેમાંથી 12 સરખા ભાગ કરીને કોફ્તા માટેના ગોળા બનાવી લો. આ ગોળાને તેલ ગરમ કરીને ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી ફ્રાય કરી લો. ગરમા-ગરમ કોફ્તાને ટિસ્યુ પેપર પર થોડીવાર મૂકીને ડિશમાં લઈ લો. હવે તૈયાર કરેલી ગ્રેવીને ફરીથી ગરમ કરવા માટે મૂકો. તેમાં કોફ્તા ઉમેરીને ધીમે રહીને બરાબર મિક્સ કરી લો. એકાદ મિનિટ ચઢવા દો. વચ્ચે હલાવતા રહો. ગરમા-ગરમ શાક સર્વ કરો.
 
ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ મખની દાળ અને શાકની રેસિપિ...
 
(Indian Recipes Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Recipes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Punjabi recipe of 7 makhani Dal and Shabji
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended