Home »Recipes »Indian Recipes» Plan Your Lunch Or Dinner With These Tasty And Yummy Sabji

દરરોજ ક્યું શાક બનાવવું ખબર નથી પડતી? ટ્રાય કરો આ 7 ચટાકેદાર ઓપ્શન!

divyabhaskar.com | Mar 18, 2017, 00:10 AM IST

 
રેસિપિ ડેસ્ક, અમદાવાદઃજો તમે રોજ થાળીમાં ક્યું શાક બનાવવું આ સવાલથી હેરાન થાવ છો તો શક્ય છે કે આ ખાસ શાક તમારા માટે બેસ્ટ ઓપ્શન હોઇ શકે છે. આ શાકને તમે પરાઠા કે નાનની સાથે સરળતાથી સર્વ કરી શકો છો. તે થાળીનો ટેસ્ટ વધારી તમારી મુશ્કેલીને દૂર કરે છે. જાણો કયા છે આ ખાસ શાક અને શું છે તેની રેસિપિ.
 
લખનવી કોફતા કરી
 
સામગ્રી
 
-અડધો કપ બાફેલા બટાટા
-એક ટેબલસ્પૂન સમારેલી કોથમીર 
-એક ટેબલસ્પૂન સમારેલી મેથી
-એક ટેબલસ્પૂન સમારેલી પાલક 
-એક ટીસ્પૂન લીંબુનો રસ 
-એક ટીસ્પૂન લીલાં મરચાં 
-અડધી ટીસ્પૂન કોર્નફ્લોર
-બે ટેબલસ્પૂન દૂધ
-સ્વાદ પ્રમાણે મીઠું
 
મસાલા માટે
-અડધી ટેબલસ્પૂન ખસખસ
-એક ટેબલસ્પૂન કાજુ
-બે લીલાં મરચાં
-એક ટેબલસ્પૂન પાણી 
 
ગ્રેવી માટે
-બે ટેબલસ્પૂન ડુંગળી 
-અડધી ટીસ્પૂન આદું-મરચાંની પેસ્ટ
-પા ટીસ્પૂન દહીં
-પા કપ દૂધ
-અડધી ટીસ્પૂન કોર્નફ્લોર 
-એક ચપટી હળદર
-બે ટીસ્પૂન તેલ
-બે ટેબલસ્પૂન કોથમીર
 
રીત
 
કોફતાની બધી જ સામગ્રીને એક બાઉલમાં મિક્સ કરી તેનું ખીરું બનાવી લો. ત્યારબાદ તેના 8 ભાગ કરી માઈક્રોવેવમાં 30 મિનિટ માટે બેક કરી લો. કરી બનાવવા માટે એક કડાઈમાં તેલ મૂકી ડુંગળી અને આદું-મરચાંની પેસ્ટ નાખી સાંતળો. ત્યારબાદ તેમાં દહીં, દૂધ, કોર્નફ્લોર, હળદર અને મીઠું નાખી એક મિનિટ પકવો. હવે કોફતાને કરીમાં મિક્સ કરી એક મિનિટ પકવો. કોફતા નરમ થઈ જાય એટલે તેને કોથમીરથી ગાર્નિશ કરી ગરમ ગરમ સર્વ કરો.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો અન્ય પ્રકારની રેસિપિ...
(Indian Recipes Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Recipes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Plan your lunch or dinner with these tasty and yummy sabji
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended