Home »Recipes »Gujarati Recipes» Try These Tasty And Easy Dry Pulses Sabji

સવારે ફટાફટ ટિફિન બનાવવું છે? ટ્રાય કરો ગુજરાતી સ્ટાઇલમાં બનતા આ 7 કઠોળ

divyabhaskar.com | Mar 15, 2017, 16:03 PM IST

 
 
રેસિપિ ડેસ્ક, અમદાવાદઃ આજે અમે કઠોળના શાકની સરળ રેસિપિ લઈને આવ્યા છીએ, અને એ પણ ગુજરાતી સ્ટાઈલમાં. સામાન્ય રીતે જ્યારે કઠોળ બનાવીએ ત્યારે તેનું સૂકું શાક અને સાથે દાળ કે કઢી બનાવતા હોઈએ છીએ. કઠોળને ટિફિન બોક્સ કે લંચબોક્સ માટે પણ એકદમ પરફેક્ટ ગણાય છે. શાક સમારવાનું રહી ગયું તો, કઠોળ પલાળી દો. સવારમાં ફટાફટ શાક તૈયાર. તો ચાલો જાણીએ કઠોળની અવનવી વાનગીઓ...
 
 
અડદ દાળનું શાક
 
સામગ્રી
 
-એક કપ અડદની દાળ પલાળેલી
-અડધી ટીસ્પૂન હળદર
-ચાર નંગ ડુંગળી સમારેલી
-ચાર ટીસ્પૂન તેલ
-એક નંગ મોટું ટામેટું સમારેલું
-દોઢ ઈંચનો આદુનો ટુકડો
-ત્રણ નંગ લીલા મરચાં સમારેલા
-અડધી ટીસ્પૂન લાલ મરચું પાઉડર
-અડધી ટીસ્પૂન ગરમ મસાલો
-મીઠું સ્વાદાનુસાર
 
રીત
 
સૌપ્રથમ પલાળેલી અડદની દાળમાં મીઠું, હળદર અને ત્રણ કપ જેટલી પાણી નાખીને બાફી લો. દાળ એકદમ બફાઈ ન જાય તેનું ધ્યાન રાખવું. છૂટી રહે તે રીતે બાફવી. એક નોનસ્ટિક પેનમાં તેલ ગરમ કરો. તેમાં સમારેલી ડુંગળી નાખીને સાંતળો. ડુંગળી લાઈટ બ્રાઉન રંગની થાય એટલે તેમાં આદુની પેસ્ટ નાખીને સાંતળો. એકાદ મિનિટ સાંતળ્યા બાદ તેમાં લીલા મરચાં, ટામેટાં, લાલ મરચું પાઉડર અને મીઠું નાખીને બરાબર મિક્સ કરીને સાંતળો. ટામેટાં ચઢી ગયા બાદ ગ્રેવીમાંથી તેલ છૂટે એટલે તેમાં અડદની દાળ નાખીને બરાબર મિક્સ કરો. બેથી ત્રણ મિનિટ બાદ તેમાં ગરમ મસાલો નાખીને ફરીથી બરાબર મિક્સ કરી લો. એકથી બે મિનિટ સુધી ચઢવા દીધા બાદ ગેસ બંધ કરો. ગરમા-ગરમ શાકને કોથમીરથી ગાર્નિશ કરીને સર્વ કરો.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો આવા જ કેટલાક અન્ય કઠોળના શાક...
(Gujarati Recipes Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Recipes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: try these tasty and easy dry pulses sabji
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended